ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આત્મહત્યાની ઘટનાઓને રોકવા માટે અને વિદ્યાર્થીઓની માનસિક સમતુલનાને સારી બનાવવા માટે માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય એક કાઉન્સિલની યોજના લઈને આવ્યું છે. ધ પ્રિન્ટે આપેલી માહિતી અનુસાર, આ યોજના અંતર્ગત દેશભરના આઈઆઈટી સાથે ઘણી બધી સંસ્થાઓ સામેલ થશે.
એક વરિષ્ઠ અધિકારી અનુસાર મંત્રાલયે બધા આઈઆઈટીને કહેવામાં આવ્યું છે કે, તેઓ અહીં વેલનેસ સેન્ટર ઓપન કરે અને સારા કાઉન્સલર્સને બોલાવે અને તેમની મદદ કરે. દેશના આઈઆઈટીમાં ટેન્શન ભર્યું વાતાવરણને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ધ પ્રિન્ટ અનુસાર અધિકારીઓએ નામ ના બતાવવાની શરતે જણાવ્યું છે કે, આઈઆઈટી કાઉન્સિલની બેઠકમાં દેશની બધી જ પ્રીમીયર સંસ્થાઓને આ નિર્ણય વિશે જાણકારી આપી દેવામાં આવશે.
મીટિંગમાં સામેલ અધિકારીએ ધ પ્રિન્ટને જણાવ્યું હતુ કે, આ વિશે ચર્ચા કરવામાં આવી છે. આઈઆઈટી કાઉન્સિલની બેઠકમાં બધા આઈઈટીને કહેવામાં આવ્યું છે કે, તેઓ સુનિશ્ચિત કરે કે તેમના ત્યાં વેલનેસ સેન્ટર હોય અને તેમા કાઉન્સિલર્સ આવે.
ઘણા બધા આઈઆઈટીમાં વેલનેસ સેન્ટર ચાલે છે. જેમાં દિલ્હી, મુંબઈ અને મદ્રાસ સામેલ છે. પરંતુ મંત્રાલયે દેશની તમામ 23 આઈઆઈટીમાં વેલનેસ સેન્ટર ખોલવાનો આદેશ આપ્યો છે.
દેશના અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે મંત્રાલય ઓનલાઈન પ્રક્રિયા દ્વારા 300 કાઉન્સલર્સ સામેલ કરવાની યોજના બનાવી રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, આમાં બાળકોને કાઉનલિંગ આપનાર પ્રાઈવેટ પાર્ટનર પણ સામેલ થશે. અધિકારીએ જણાવ્યું કે, નવેમ્બર સુધી આ યોજનાને લાગૂ કરવાની કોશિષ કરવામાં આવશે. સરકારી આકડાઓ અનુસાર 2014થી 2016 વચ્ચે દેશભરમાં 26,467 બાળકોએ આત્મહત્યા કરી હતી.
આ યોજના કેવી રીતે આવી
માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા આ યોજના તે સમયે આવી છે. જ્યારે એક મહિના પહેલા આઈઆઈટ હૈદરાબાદના એક વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી લીધી હતી. આ વિદ્યાર્થીએ 8 પેજની સુસાઇડ નોટ છોડી હતી, જેમાં એકેડમિ દબાણના કારણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હોવાની વાત લખી હતી.
આ ઘટના પછી મંત્રાલયે આંતરિક સમિતિની રચના કરી હતી. આ સમિતિમાં આઈઆઈટીના પણ કેટલાક સભ્ય સામેલ હતા. આ સમિતિ બનાવવા પાછળનો કારણ તે હતો કે, કેમ્પસમાં સુસાઈડ રોકવા માટેની રીત શોધવામાં આવે. આઈઆઈટી દિલ્હીના પ્રોફેસરે ધ પ્રિન્ટને જણાવ્યું હતુ કે, આઈઆઈટીમાં દરેક ક્ષેત્રથી બાળકો આવે છે. જેમાંથી કેટલાક બાળકો એકેડમિક પ્રેશરને સહન કરી શકતા નથી. કેટલાબ બાળકો હિન્દી મીડિયમથી આવે છે જેના કારણે તેઓ ભાષાના રીતે પોતાને બદલી શકતા નથી અને તેઓ હતાશામાં ગરકાવ થઇ જાય છે.
પ્રોફેસરે નામ ના બતાવવાની શરત પર કહ્યું કે, બાળકો પહેલાથી જ હાઈ પ્રેશર વાતાવરણમાંથી આવે છે, જ્યાં બાળકો કોચિંગ લે છે, પછી જેઈઈ માટે કોચિંગ લે છે. જેના કારણે તેઓ ખુબ જ પ્રેશરમાં આવી જાય છે.
તેમને કહ્યું, આ સ્થિતિને પહોંચી વળવા માટે તે જરૂરી છે કે, બધા જ આઈઆઈટી બાળકોને કાઉન્સલિંગની સુવિધા આપવામાં આવે. જોકે, આઈઆઈટી દિલ્હી પહેલાથી જ આ સુવિધા આપી રહ્યું છે. બીજા આઈઆઈટીમાં પણ આ સુવિધા મળવી જોઈએ.
મદ્રાસ આઈઆઈટીના ડીન પ્રોફેસર એસએમ શિવકુમારે ઈ-મેલ દ્વારા ધ પ્રિન્ટે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતુ કે, તેમની સંસ્થા પાસે આને (આત્મહત્યા) પહોંચી વળવા માટે મજબૂત પ્રક્રિયા છે. મદ્રાસ આઈઆઈટીમાં પણ પહેલાથી જ વેલનેસ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ છે.
શિવકુમારે કહ્યું, આઈઆઈટી મદ્રાસમાં એલજીબીટીક્યૂ ગ્રુપ, ફેક્લટી મેન્ટર, રેસિડેન્શિયલ વોર્ડન અને સ્ટૂડેન્ટ ગ્રુપ છે, જે અહી અભ્યાસ કરનાર બાળકોને મદદ કરે છે. મંત્રાલય દ્વારા રજૂ કરેલા દિશાનિર્દેશમાં પણ તે જ કહેવામાં આવ્યું છે કે, સંસ્થા ફેક્લટી મેમ્બર દ્વારા એવા વિદ્યાર્થીઓને ચિન્હીંત કરે જેને કાઉન્સલિંગની જરૂરત છે.