પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 6 કરોડ મફત ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં તેની સંખ્યા 8 કરોડ થઈ જશે. તેમણે કહ્યું કે ઉજ્જવલા એક સફળ યોજના છે જેનાથી ઘણો ફાયદો થયો છે. તેમણે આ બજેટમાં કેટલીક એવી યોજનાઓ વિશે જાહેરાત કરી છે જેનો સીધો ફાયદો ભારતના ગ્રામીણો અને ખેડૂતોને થશે.
- કામધેનુ યોજના- આ બજેટમાં કામધેનું યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના પર 750 રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
- પશુપાલન માટે ક્રેડીટ કાર્ડ – પશુપાલન માટે ક્રેડીટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવશે. પશુપાલન અને મતસ્ય ઉદ્યોગ માટે વ્યાજમાં 2 ટકા સુધીની છૂટ આપવામાં આવશે.
- પ્રધાન મંત્રી કિસાન યોજના – આ યોજના અંતર્ગત દર મહીને 6 હજાર રૂપિયા મળશે. પૈસા સીધા ખેડૂતના બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફ કરવામાં આવશે. 2 હેક્ટરથી વધારે જમીન આ યોજના અંતર્ગત આવશે.
- ગરીબો માટે પેન્શન – પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આર્થિક રીતે ઝડપથી વિકસી રહેલા દેશમાં રોજગારની તકોમાં પણ વધારો થશે. તેમણે ગ્રેચ્યુટી મર્યાદા વધારીને 10 લાખ રૂપિયાથી 30 લાખ રૂપિયા કરી દીધી છે.