મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સએ હેડ કોન્સ્ટેબલની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ રિક્રૂટમેન્ટ ડ્રાઈવથી કુલ 115 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે એપ્લિકેશન પ્રોસેસ શરુ થઈ ગઈ છે. ઈચ્છુક કેન્ડિડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઈન અપ્લાય કરી શકે છે. અપ્લાય પ્રોસેસ 7 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
લાયકાત
આ જગ્યા માટે અરજી કરનારા કેન્ડિડેટ્સ કોઈ પણ માન્ય બોર્ડ/યુનિવર્સીટી કે ઇન્સ્ટિટ્યુટમાંથી ધોરણ 12 પાસ હોવા જોઈએ.
ઉંમર
અરજી કરનારા ઉમેદવારની ઉંમર મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 25 વર્ષ હોવી જોઈએ. વધારે જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.
મહત્ત્વની તારીખો
અપ્લાય પ્રોસેસ શરુ થયાની તારીખ: 7 જુલાઈ
અપ્લાય કરવાની છેલ્લી તારીખ: 7 ઓગસ્ટ
સિલેક્શન પ્રોસેસ
આ જગ્યા પર અરજી કરનારા કેન્ડિડેટ્સનું સિલેક્શન ઇન્ટરવ્યૂ અને ટેસ્ટને આધારે કરવામાં આવશે.
એપ્લિકેશન ફી
UR/EWS/OBC: 100 રૂપિયા
SC/ST/એક્સ-સર્વિસમેન/મહિલા: કોઈ ફી નથી