ભારત સરકાર ગુજરાતથી દિલ્હી-હરિયાણા બોર્ડર સુધી 1400 કિલો મીટર લાંબો અને 5 કિલોમીટર પહોળા ગ્રીન વૉલની મહત્વાકાંક્ષી યોજના પર વિચાર કરી રહી છે. જેને આફ્રિકાના “ગ્રેટ ગ્રીન વૉલ ઓફ સહારા”ની રૂપરેખા મુજબ બનાવવામાં આવી શકે છે. જેનાથી પર્યાવરણ પ્રદૂષણ અને રણની સમસ્યાનો સામનો કરવા માટે બનાવવામાં આવી હતી.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ગ્રીન વૉલનો વિચાર હાલ પ્રાથમિક તબક્કે વિચારણા હેઠળ હોવા છતાં અનેક મંત્રાલય અને અધિકારીઓ આ યોજના અંગે ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જો તેને મંજૂરી મળી જશે, તો થારના રણ અને જમીનની દિશામાં ભારતના શ્રેષ્ઠ પ્રયત્નોમાંથી આ એક હશે.
માનવામાં આવી રહ્યું છે કે, જો પોરબંદરથી લઈને પાણીપત સુધી ગ્રીન વૉલનું નિર્માણ થાય છે, તો માત્ર અરવલ્લીના વેરાન થતા જંગલ વિસ્તારને લાભ મળવા ઉપરાંત પશ્ચિમી વિસ્તાર અને પાકિસ્તાનથી આવનારી રેતાળ ગરમ હવાઓ પર પણ અંકુશ લાગશે.