GSPC નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાનથી આગ વધીને વડાપ્રધાન બનવા માંગતા હતા. તે માટે તેમણે 2005થી આયોજન શરૂ કરી દીધું હતું.
GSPC તેના આયોજનના ભાગરૂપે ગુજરાત સરકારની માલિકીની જીએસપીસી કંપનીએ તેલના બંડાર શોધી કાઢ્યા હોવાની મોટા પાયે જાહેરાત છાપા અને ટીવીના માલિકો પાસે કરાવી હતી.
આ જાહેરાત વખતે જ તેલના ભંડારો માત્ર ગપગોળા હતા. વડાપ્રધાન બને તે પહેલાં જીએસપીમાં રૂ. 20 હજારના દેવામાં ધકેલીને અબજો રૂપિયાના કૌભાંડ 2014 સુધીમાં કર્યા હતા.
આ અંગે સીએજી અને વિપક્ષ દ્વારા વિધાનસભામાં આરોપો મૂકાયા હતા.
ગુજરાત સરકારના એકમ GSPC દ્વારા કાકીનાડા ખાતે વર્ષ 2005થી દરિયામાં ગેસના કૂવા કરવામાં આવ્યા હતા. પાંચ-છ વર્ષના શારકામ અને અનેક પ્રયત્નો બાદ પણ વર્ષ 2010 સુધી તેમાંથી ગેસ નીકળ્યો નહીં. આ ગેસ અને ઓઈલ કાઢવા માટે GSPC દ્વારા 10થી 15 હજાર કરોડ રૂપિયાની બેંક લોન લેવામાં આવી હતી.
આ ક્ષેત્રમાંથી ગેસ ન નીકળ્યો હોવા છતાં GSPC દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને
રિફાઇનરીઓ સ્થાપવામાં આવેલી છે. તેની સામે આવક તો ફક્ત રૂપિયા એક કે બે કરોડ જ થાય છે. વર્ષ 2015 સુધી મૂડીની સામે આવક માત્ર 1% જેટલી જ છે.
GSPCનું તા. 31-3-2013ની સ્થિતિએ લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું દેવું કુલ રૂ. 15,372.77 કરોડ હતું. જે તા. 31-3-2014ની સ્થિતિએ રૂ. 17,475.04 કરોડ થયું હતું. આમ, વર્ષ 2013ના પ્રમાણમાં વર્ષ 2014માં દેવામાં રૂ. 2,102.27 કરોડનો વધારો થયો. વર્ષ 2013-14માં વ્યાજ ખર્ચ પ્રતિ વર્ષ રૂ. 1,504.20 કરોડ હતો. કંપની દ્વારા કરવામાં આવેલ ડેરિવેટિવ્સ કરારો અંતર્ગત રૂ. 1,652.75 કરોડની લોન સામે રૂ. 591.12 કરોડ રૂપિયા વ્યાજ ખર્ચ થાય છે.
GSPCના તમામ બ્લોકમાંથી ક્રૂડ, વાયુ, અન્ય વેચાણમાંથી સંયુક્ત સાહસોમાં કુલ આવક રૂ. 355.27 કરોડની સામે ખર્ચ રૂ. 183.60 કરોડ થયો અને નફો માત્ર 50% એટલે કે રૂ. 171.67 કરોડ થયો. તે પૈકી GSPCના હિસ્સાની આવક રૂ. 189.10 કરોડ હતી, તેની સામે ખર્ચ રૂ. 102.57 કરોડ થયો, એટલે કે આવક માત્ર 50% એટલે કે રૂ. 86.53 કરોડ જ થઈ.
GSPCના ઓડિટ અહેવાલમાં જણાવવામાં આવેલ છે કે,
જીઓ ગ્લોબલ રિસોર્સીસ પાસેથી GSPCએ રૂ. 1613.32 કરોડ લેવાના બાકી નીકળે છે. નીકો રિસોર્સીસ લિ. પાસેથી ગેસ ઓછો સપ્લાય કરવા બદલ નુકસાન પેટે રૂ. 624.44 કરોડ લેવાના બાકી નીકળે છે.
GSPCએ સપ્ટેમ્બર-2005માં “એટવુડ ઓસનિક્સ પેસિફિક લિ.” નામની કંપની સાથે ડ્રિલિંગ પ્રોગ્રામ દ્વારા શોધાયેલા કૂવાઓનું ડ્રિલિંગ કાર્ય પૂર્ણ કરવા કરાર કર્યા હતા. ફેબ્રુઆરી-2012માં આ કંપની દ્વારા પચ્ચીસ હજાર ડોલરની રકમ ઇન્વોઇસમાંથી કાપી નાંખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડેથી કરાયેલી ચુકવણી બદલ 12,91,436 યુ.એસ. ડોલરની રકમ વ્યાજ સહિત ચૂકવવા આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ માર્ચ-2012માં આ કંપની દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો. દાવાના સ્ટેટમેન્ટ અનુસાર 15,23,895 યુ.એસ. ડોલરની રકમ ઉપરાંત GSPC એ ચૂકવેલ તારીખ સુધીનું માસિક 1.50%ના દરે વ્યાજ ચૂકવણી GSPC પાસેથી મેળવવાનો દાવો કર્યો છે, કોણ છે GSPCના ભાગીદારો? કોને કમિશન આપતા હતા? તેવો પ્રશ્ન પરમારે કર્યો હતો.
કે. જી. બેસીનમાંથી ગેસ તો ન નીકળ્યો પરંતુ GSPC દ્વારા આયાતી ગેસ ખરીદવામાં આવે છે
અને તે પણ મોંઘા ભાવે, ગેસની ખરીદી MMTBUમાં થાય છે. સરતાર વિદેશી લાયસન્સ હોલ્ડરો પાસેથી જ ગેસ ખરીદે છે. GSPC દ્વારા વર્ષમાં અંદાજે રૂ. 11,000 કરોડનો ગેસ ખરીદ કરવામાં આવે છે. રાષ્ટ્રીય અધિકૃત સંસ્થાઓ MCX અને NCX બજારમાં 4થી 5 ડોલરમાં ગેસનું વેચાણ કરે છે, તેની સામે GSPC 10થી 12 ડોલરમાં ગેસ ખરીદે છે. રૂ. 40,000 કરોડના 5% ગણીએ તો પણ તેનું કમિશન રૂ. 2,000 કરોડ જેટલું થાય, આનું કમિશન કોના ખિસ્સામાં જાય છે? તેવો પ્રશ્ન પરમારે કર્યો હતો.
પરમારે જણાવ્યું હતું કે, કેગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર,
GSPC દ્વારા વર્ષ 2011-12માં રૂ. 717.58 કરોડ, વર્ષ 2012-13માં રૂ. 201.40 કરોડ તથા વર્ષ 2013-14માં રૂ. 328.90 કરોડ એમ કુલ 1317.88 કરોડની ખરીદી ટેન્ડર વગર કરવામાં આવેલ છે. કે.જી. બેસીન એ ભ્રષ્ટાચારનું હબ હોવાનો આક્ષેપ શૈલેશ પરમારે કર્યો હતો.
વર્ષ 2014ના કેગના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ગુજરાત રાજ્યના જાહેર ક્ષેત્રના ઉપક્રમોએ કુલ રૂ. 1,111.85 કરોડનું નુકસાન કરેલ છે. તે પૈકી GSPC પીપાવાવ પાવર કંપની લિ. દ્વારા રૂ. 307.10 કરોડનું નુકસાન, ગુજરાત રાજ્ય ઊર્જા ઉત્પાદન લિમિટેડ દ્વારા રૂ. 151.21 કરોડનું નુકસાન તથા GSPC ગેસ કંપની લિ. દ્વારા રૂ. 134.68 કરોડનું નુકસાન કરવામાં આવેલ છે.