જીએસટીનાં માળખામાં ભારે હોબાળો થયા બાદ જીએસટી કાઉન્સિલની મહત્વની મીટીંગ પુરી થયા બાદ સામાન્ય જનને રાહત આપવાના નિર્ણયોની જાહેરાત કરવામાં આવી છે. આજની બેઠકમાં સામાન્ય માણસને રાહત આપવા માટે રોજિંદા વસ્તુઓ પરનાં દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની મોસમ માથા પર છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા પાછલા બારણે કોંગ્રેસના જીએસટીને લાગૂ કરાવામાં આવી રહ્યો છે. ઘટાડે છે. ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે મોદી સરકાર ક્યાંક ખેડૂતોની લોન માફ કરવામાં આવે છે, તો ક્યાંક સામાન્ય જનતાને રાહત આપવામાં આવે છે.
સરકારે આજે મોટા નિર્ણય લેતા 33 વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં 7 વસ્તુઓ પર દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાનું નક્કી કર્યું છે. ઉપરાંત 26 વસ્તુઓ જેમ કે જીએસટી રેટ 18 ટકાથી ઘટાડીને 12 અથવા 5 ટકા કરવામાં આવ્યા છે.
વિજ્ઞાન ભવનમાં જીએસટી કાઉન્સીલની મીટીંગ મળ્યા બાદ મીડિયાને સંબોધન કરતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, 28% સ્લેબ રેટ ફક્ત 34 વસ્તુઓ પર જ લાગુ પડે છે. ટાયર્સ, લિથિયમ-આયન બેટરીની પાવર બેંકો 28% થી 18% ની નીચે આવી છે. વિશિષ્ટ રીતે અપંગ વ્યક્તિઓ માટે કારકિર્દી માટેના સહાયકોને 5% સુધી લાવવામાં આવ્યા છે.
નાણા પ્રધાન અરુણ જેટલીએ ઉમેર્યું હતું કે “મૂવી ટિકિટ 100 રૂપિયાની હતી તેમાં સુધી 12%નો ઘટાડો કરવામાં આવ્યો છે અને જે વસ્તુઓ 100 રૂપિયા છે તેમાં ઘટાડો કરીને ને 28% થી 18%નાં સ્લેબ વચ્ચે લાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે મીટીંગ કરી જીએસટીના દરમાં ઘટાડાની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી અને તે પ્રમાણે જીએસટીના સ્લેબમાં સરળીકરણ કરવામાં આવી રહ્યા છે. મોદી સરકારે ખાતરી આપી હતી કે 99 ટકા વસ્તુઓનાં જીએસટી સ્લેબને પેટા 18 ટકાની અંદર લાવવામાં આવશે.