જો તમે આવનારા દિવસોમાં ઇલેક્ટ્રિક કાર લેવાનું વિચારી રહ્યા છો તો આપના માટે આ ખુશીના સમાચાર હશે. જીએસટી કાઉન્સિલની 36મી બેઠકમાં ઈ-વહિકલ પર લાગનારો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ જો તમે કાર ખરીદો છો દસ લાખ રૂપિયાની કાર પર આપને 70 હજાર રૂપિયા સુધીનો ફાયદો થશે. ખરેખર, કેન્દ્ર સરકાર વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ અને પ્રદૂષણનું વધતું સ્તર જોઈને ઇલેક્ટ્રિક વાહનોને પ્રમોટ કરી રહી છે. આ ઘટનાને મધ્ય નજર રાખતા ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પહેલી ઓગસ્ટથી લાગુ પડશે.
જીએસટી કાઉન્સિલની શનિવારના રોજ મળેલી 36મી બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. આ બેઠક નાણા મંત્રી નિર્મલા સીતારમનની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવી હતી. મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન મળેલી આ બીજી બેઠક છે.
આ પહેલા 21 જૂનના રોજ જીએસટી કાઉન્સિલની મળેલી બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી ઘટાડવાનો મુદ્દો ફિટમેન્ટ કમિટીમાં મોકલવામાં આવ્યો હતો. આ કમિટીએ ટેક્સ ઘટાડવાની પરવાનગી આપી હતી.