GST કાઉન્સિલ માસિક ટેક્સ પેમેન્ટ ફોર્મ GSTR-3B માં ફેરફારો ઉપર વિચાર કરી શકે છે.
જેમાં સેલ્સ રિટર્ન સંબંધિત સપ્લાયના આંકડા અને કર ચૂકવણીની કૉલમ શામેલ હશે, જેને પછીથી બદલી શકાશે નહીં. કાઉન્સિલની આગામી બેઠક 28-29 જૂને ચંડીગઢમાં યોજાશે.
GSTR-3B ફોર્મમાં ફેરફાર નકલી બિલોને રોકવામાં મદદ કરશે.
મહત્વનું છેકે જ્યારે વિક્રેતાઓ GSTR-1 માં વધુ વેચાણ દર્શાવે છે અને તેના આધારે, માલ ખરીદનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નો દાવો કરી શકે છે. જ્યારે GSTR-3Bમાં ઓછું વેચાણ દર્શાવવામાં આવ્યું છે જેથી GST ઓછો ભરવો પડે છે. વર્તમાન GSTR-3B માં, ઇનપુટ ટેક્સ ક્રેડિટની વિગતો આપમેળે જનરેટ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફાર સાથે, GSTR-3Bમાં યુઝરના ભાગની ઓછી માહિતી હશે અને ફાઇલ કરવાની પ્રક્રિયા પણ સરળ બનશે.
AMRG એસોસિયેટ પાર્ટનર રજત મોહને જણાવ્યું હતું કે આ મીટિંગમાં પેસેન્જર ટ્રાન્સપોર્ટ સેવાઓ, રહેઠાણ સેવાઓ, હાઉસકીપિંગ અને ક્લાઉડ કિચન સેવાઓ પ્રદાન કરતા ઈ-કોમર્સ ઓપરેટરો માટે ટેક્સ ફાઇલિંગમાં ફેરફાર થઈ શકે છે.
આ કંપનીઓ હવે સપ્લાયર વતી તેમના GSTR-1 અને GSTR-3Bમાં અલગ-અલગ કૉલમમાં માહિતી આપવા માટે જવાબદાર રહેશે.
જેમાં Uber, Swiggy અને Zomato જેવી કંપનીઓ પણ દાયરામાં આવશે.
આ સાથે કાઉન્સિલ કેટલાક મામલામાં સ્પષ્ટતા પણ આપી શકે છે. જેમાં સંભારણુંમાં આપવામાં આવેલી જાહેરાત પર GST 5 ટકા કે 18 ટકા લાગશે, આ અંગે પણ સ્પષ્ટતા આવશે. પ્રિન્ટ મીડિયામાં જાહેરાતો પર 5 ટકા GST લાગુ પડે છે અને તે જ આધારે સ્મૃતિચિત્રો પર 5 ટકા ટેક્સ લગાવી શકાય છે.