રામ જન્મભૂમિ નાં આ અલૌકિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં ગુજરાતમાંથી આઠ સંતોને (Ram Janmabhoomi) ભૂમિપૂજનમાં ભાગ લેવા માટે આમંત્રણો પાઠવવામાં આવ્યા છે. જેમાં બી.એ.પી.એસ.ના વડા મંહત સ્વામીનો સમાવેશ થાય છે. જો કે તેમના સ્થાને અમદાવાદનાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બે સ્વામીઓ ભાગ લેવા જવાના છે. જેમાં સંતવર્ય પૂ. બ્રહ્મવિહારી સ્વામી તથા પૂ. અક્ષરવત્સલ સ્વામી શિલાન્યાસ વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા જશે.
છેલ્લાં કેટલાંય વર્ષોથી રામ જન્મભૂમિને લઇને વિવાદ ચાલતો હતો. ત્યારે સુપ્રિમ કોર્ટનાં હુકમ બાદ રામજન્મ ભૂમિ માટે જમીન ફાળવવામાં આવી છે. મંદિરનાં નિર્માણથી માંડીને સમગ્ર કામગીરી માટે કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્રારા આ જમીનમાં મંદિરનું નિર્માણ કરવામાં આવશે. તેના માટેની ડિઝાઇન તૈયાર થઇ ગઇ છે. પરંતુ કોરોનાનાં કારણે મંદિરના શિલાન્યાસ વિધિનો કાર્યક્રમ અટક્યો હતો.