રવિવારે લાઈટબંધ કરવાને લઈ સોશિયલ મીડિયામાં પાવરગ્રીડ અને ટ્રાન્સમીટર ઉડી જવાને લઈને અનેક ચર્ચાઓ ઉઠી છે. તેવામાં લાઈટ બંધ કરવા મામલે ગુજરાતના ઊર્જા વિભાગે એક ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં ઊર્જા વિભાગે ઘરમાં ટીવી, ફ્રિજ અને એસી બંધ ન કરવા માટે જણાવ્યું છે. તો સાથે જ મહાનગરપાલિકા, ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવા માટે પણ જણાવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ પાંચ એપ્રિલ રવિવારે રાત્રે 9 વાગ્યે 9 મિનિટ સુધી લાઈટ બંધ કરી દીપ પ્રગટાવવા માટે અપીલ કરી છે
આ ઉપરાતં ઊર્જા વિભાગે રાજ્યના તમામ નાગરિકોને ચિંતામુક્ત રહેવા માટે જણાવ્યું છે. સાથે જ કહ્યું છે કે વોલ્ટેજ અને ફ્રિકવન્સી વેરિએશન હેન્ડલ કરવા માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. સાથે જ હોસ્પિટલો અને અન્ય જરૂરી સેવાઓ માટે લાઈટ ચાલુ રહેશે તેવું પણ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે.