મહાત્મા ગાંધીજીની 150મી જન્મજ્યંતિને લઈને દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે બાપુના જન્મસ્થળ પોરબંદરમાં પણ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં સીએમ વિજય રૂપાણીએ પોરબંદરમાં આયોજિત ‘સ્વચ્છતા એ જ સેવા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. સાથે સાથે સીએમ રૂપાણીએ બાપુના જન્મસ્થળ કિર્તી મંદિરમાં ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આપને જણાવી દઈએ કે તેમણે ચોપાટી ખાતે રહેલ કચરો ઉપાડી એક બેગમાં ભેગો કર્યો હતો. આ સાથે જ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ભીનો સૂકો કચરો અલગ રાખવાના શપથ લીધા હતા. સેએમની સાથે સાથે ધારાસભ્ય, સાંસદસભ્ય, અધિકારીઓ અને પોરબંદરની જનતાએ પણ સ્વચ્છતાના શપથ લીધા હતા.