આજે બેંક હડતાળનો બીજો દિવસ છે.ત્યારે બીજા દિવસે પણ દેશના તમામ બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતરશે.બેંક મર્જરના વિરોધમાં કર્મચારીઓ વિરોધ નોંધાવશે.જેમાં રાજ્યભરના બેંક કર્મીઓ હડતાળમાં જોડાશે.
અમારી માગ પુરી કરો,આ અવાજ છે બેંક કર્મીઓનો.કારણકે બે દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં બે દિવસ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે.બે દિવસ બેંક બંધને કારણે એકબાજુ લોકોની હેરાનગતિમાં અનેકગણો વધારો થઇ શકે છે. તો બીજી બાજુ કરોડો રૂપિયાનાં ટ્રાન્ઝેકશન ખોરવવાનાં કારણે અર્થતંત્રને મોટી અસર પડી શકે છે.
1લી ફેબ્રુઆરીએ બજેટ પહેલાં જ રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા બે દિવસ હડતાળનો કાર્યક્રમ યોજાયો. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતથી માંડી સૌરાષ્ટ્રનાં રાજકોટ અને જામનગર સહિત શહેરોમાં બેંક કર્મીઓ પડતર માગ મુદ્દે હડતાળમાં જોડાયા. સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે બેંકકર્મીઓએ પોતાની મનોવેદના ઠાલવી છે.