કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં VACCINE ની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના માથે ફોડે છે તો સામે કેન્દ્ર સરકાર આંકડાઓ દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે કે બધું બરાબર જ છે. ત્યારે વેક્સિનની તંગી વચ્ચે મોટા પાયે વેક્સિન બરબાદ પણ થઈ રહી છે જે ચિંતાજનક કહી શકાય. ઝારખંડ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં તો આશરે એક તૃતિયાંશ જેટલી વેક્સિન બરબાદ થઈ ચુકી છે. દેશની કુલ સરેરાશમાં રસી વેસ્ટ થવાનું પ્રમાણ ગુજરાતમાં પણ વધુ છે. બીજી તરફ હાલમાં રસીના સ્ટોકમાં ગુજરાત ચોથા ક્રમનું રાજ્ય છે. દેશમાં 1.77 કરોડ જેટલા ડોઝમાં ગુજરાતમાં 11.49 લાખ ડોઝ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. ગુજરાતમાં અપાયેલી રસીમાંથી કુલ 9.4 ટકા રસી વેસ્ટ ગઈ છે.
રસી વેસ્ટમાં આ રાજ્યો નંબર વન
રાજ્ય | રસી વેસ્ટ |
ઝારખંડ | 37.3 |
છત્તીસગઢ | 30.2 |
તામિલનાડુ | 15.5 |
જમ્મુકાશ્મિર | 10.8 |
મધ્ય પ્રદેશ | 10.7 |
ગુજરાત | 9.4 |
પંજાબ | 9.4 |
આસામ | 6.8 |
ત્રિપુરા | 6.8 |
રાજસ્થાન | 6.4 |