હાલોલ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં 10મું ધોરણ નાપાસ વિદ્યાર્થીનીને ધોરણ 11માં પ્રવેશ આપી અને પાસ કરી દેવાના વિવાદમાં જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લેવાનું જણાવ્યું હતું… જેમાં જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આ વાત આવતા તેમને હાલોલની મોડેલ સ્કૂલના જવાબદાર કર્મચારીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરી છે..રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હાલોલની મોડેલ સ્કૂલમાં ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીની આશારાઠવાને ધોરણ 11માં પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો.જેણે ગત વર્ષે ધોરણ 11 પાસ કરી અને આ વર્ષે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું. ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીની છેલ્લા 2 વર્ષથી પોતાની શાળામાં ભણે છે તે બાબતથી શાળાના આચાર્ય અને શિક્ષકો અજાણ હતા. ત્યારે ગાંધીનગરથી શિક્ષણ બોર્ડની કચેરીએ ક્વેરી મોકલી હતી કે આશા રાઠવા ધોરણ 10માં નાપાસ છે. તો ધોરણ 12માં પરીક્ષા કેવી રીતે આપી શકશે.મોડેલ સ્કૂલના સંચાલકોની ઊંઘ ઉડી હતી અને આશા રાઠવાને ધોરણ 10 પાસ થઈને આવવા જણાવવામાં આવ્યું હતું. ધોરણ 10 નાપાસ હોવા છતાં ધોરણ 11માં પ્રવેશ આપી બે વર્ષ પોતાની શાળામાં ભણનાર વિદ્યાર્થીનીને આવતા વર્ષે ધોરણ 10 પાસ કરી આવવા જણાવતા વિવાદ સર્જાયો હતો. વિદ્યાર્થીનીના વાલીઓ દ્વારા આ મામલે હોબાળો મચાવવામાં આવતા સમગ્ર પ્રકરણ ખુલ્લું પડ્યું હતું.
