કોરોના કહેરની વચ્ચે મહાકુંભનું આયોજન સરકારને તો ભેખડે ભરાવશે જ, પણ લાખો લોકોની જીંદગીના અસ્તિત્વ સામે પણ સવાલ ઉભા થશે. હરિદ્વારમાં મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે. 12થી 14 એપ્રિલ સુધી ત્રણ સ્નાન પર ગંગામાં 49 લાખ 331343 સંતો અને શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી છે. જિલ્લામાં 1854 કોરોના પોઝિટીવ મળ્યા છે. જે ગુરૂવારે વધીને 2483 આંકડો પહોંચ્યો છે. આ ઘટના બાદ કેટલાય સંતો અને શ્રદ્ધાળુઓ બિમાર થયા છે. રૂડકી વિવીના વૈજ્ઞાનિક અને નિષ્ણાંત તેનાથી સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયુ છે, તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે, ડ્રાઈ સરફેસની સરખામણીએ ગંગાના પાણીમાં વધારે સમય સુધી કોરોના એક્ટિવ રહી શકે છે.ગંગાનું પાણી તેના વહેણની સાથે સાથે કોરોના પણ વહેંચશે. નિષ્ણાંતોનું માનીએ તો, સંક્રમિત લોકોનું ગંગા સ્નાન અને લાખો લોકોની ભીડ એકઠી કરવાની અસર આગામી 10 દિવસમાં મહામારીનું રૂપ ધરીને સામે આવશે.
ગુરૂકુલ કાંગડી વિશ્વવિદ્યાલયના માઈક્રોબાયલોજીકલ વિભાગાધ્યક્ષ પ્રો. રમેશ ચંદ્ર દૂબેનું કહેવુ છે કે, હરિદ્વારમાં સંક્રમણ ફેલાવાની શક્યતા કેટલાય ટકા વધી ગઈ છે. વાયરસ સામાન્ય તાપમાનમાં જીવતો રહી શકે છે, તથા સંક્રમિત વ્યક્તિથી મલ્ટીપ્લાઈ થઈ જાય છે. સ્નાન દરમિયાન એક પણ સંક્રમિત વ્યક્તિએ ડૂબકી લગાવી હશે, તો કેટલાય લોકો બિમાર થઈ શકે છે. માઈક્રો બાયોલોજિસ્ટનો દાવો છે કે, કોવિડ સંક્રમણ પાણીમાં ફેલાતો નથી, પણ તે ખૂબ એક્ટિવ પણ રહી શકે છે. તેથી ગંગાના વહેણના કારણે કોરોના વધુ ફેલાશે, અને મહામારી આવશે. ડો. સંદીપ શુક્લાના જણાવ્યા અનુસાર કોરોનાનો નવો સ્ટ્રેન ખૂબ જ ઘાતક છે. ત્યારે આવા સમયે કુંભનું આયોજન અને તેના માટે ભેગા થયેલા લાખો લોકોની ભીડ તથા ગંગા સ્નાન કરાવવું ખૂબ જ ચિંતા જનક છે. તેનાથી સંક્રમણ ફેલાવાની આશંકા ખૂબ જ વધી ગઈ છે.