દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની નાંણા આપતી HDFC બેંક (એચડીએફસી બેંક) ના કેટલાક ગ્રાહકોને મંગળવારે ઇન્ટરનેટ અને મોબાઇલ બેન્કિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકો આ સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ શકતા નથી. બેંકનું કહેવું છે કે તે આ સમસ્યા હલ કરવા માટે કામ કરી રહી છે.બેંકે પોતાના ટ્વિટમાં કહ્યુ છે કે, કેટલાક ગ્રાહકોને અમારી નેટ બેંકિંગ/મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવામાં પરેશાની આવી રહી છએ. અમે તેના સમાધાન માટે પ્રાથમિકતાથી કાર્ય કરી રહ્યા છીએ. અમે આ અસૂવિધા માટે દિલગીર છીએ અને નિવેદન કરીએ છીએ કે, ગ્રાહકો થોડા સમય બાદ કોશિશ કરે. ધન્યવાદ.
