એમ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે પરંતુ જો તમને મફતમાં 50 લીટર પેટ્રોલ-ડીઝલ આપવામાં આવે તો તમે શું કરશો? આ સમાચાર સાચા છે. એચડીએફસી બેન્ક (HDFC)એ એક ખાસ કાર્ડ લોન્ચ કર્યુ છે, જેનાથી ગ્રાહકોને ફ્રીમાં 50 લીટર પેટ્રોલ-ડીઝલ મળી રહ્યું છે.
એચડીએફસી બેન્કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) સાથે મળીને એક નવો ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે. આ ખાસ કાર્ડનું નામ છે ‘ઇન્ડિયન ઓઇલ HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ’. કાર્ડથી ગ્રાહકોને તેલ ખરીદવા પર કેટલાક બેનિફિટ્સ અને રિવોર્ડ મળશે.
આ રીતે મળશે લાભ
કાર્ડ દ્વારા ગ્રાહક 27,000થી વધુ આઇઓસીએલ આઉટલેટ્સ પર ‘ફ્યૂલ પોઇન્ટ્સ’ નામનો રિવોર્ડ પોઇન્ટ મેળવી શકો છો. આટલુ જ નહી, ગ્રોસરી, બિલ પેમેન્ટ અને શોપિંગ જેવા અન્ય ખર્ચ પર પણ ગ્રાહક ફ્યૂલ પોઇન્ટ કમાઇ શકે છે. આ પોઇન્ટથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે કારણ કે તેમણે વાર્ષિક 50 લીટર સુધીના ફ્યૂલ માટે રિડીમ કરવામાં આવી શકે છે. એટલે તમને 50 લીટર પેટ્રોલ અથવા ડીઝલ ફ્રીમાં મળી જશે.
આ રીતે કરો એપ્લાય
જો તમે પણ ઇન્ડિયન ઓઇલ HDFC બેન્ક ક્રેડિટ કાર્ડ ખરીદવાની યોજના બનાવી રહ્યાં છો તો તમે એચડીએફસી બેન્કની વેબસાઇટ ( www.hdfcbank.com) પર જઇને તેની માટે અરજી કરી શકો છો અથવા નજીકની શાખામાં જઇને પણ અરજી કરી શકો છો.
આ છે શરત
જોકે, તેનો ફાયદો માત્ર નોન-મેટ્રો શહેર અને કસ્બાના ગ્રાહકોને જ મળશે અને કાર્ડની વાર્ષિક કિંમત 500 રૂપિયા છે. બીજી તરફ જો કોઇ એક વર્ષમાં 50,000 રૂપિયા ખર્ચ કરે છે તો તેને આ વાર્ષિક ફી પણ નહી ચુકવવી પડે. કાર્ડ રૂપે અને વિઝા બન્ને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.