કોરોના વાયરસની વેક્સિન લગાવ્યા બાદ શું કરવું અને શું નહીં કરવું તેની વિશે આજ કાલ વધારે વાતો થઇ રહી છે. સોશિયલ મીડીયા પર લોકો વેક્સીનને લઇને અલગ-અલગ પ્રકારના સવાલો કરી રહ્યાં છે. એમાંનો એક સવાલ એ પણ છે કે, શું કોવિડ વેક્સીન લગાવ્યા બાદ શારીરિક સંબંધ બાંધવો સુરક્ષિત છે?જો કે, આરોગ્ય મંત્રાલય દ્વારા આ અંગે કોઈ જ દિશા નિર્દેશો જારી નથી કરવામાં આવેલા પરંતુ મેડિકલ એક્સપર્ટ્સ આ મુદ્દે કેટલીક સાવધાની રાખવાની સલાહ આપી રહ્યાં છે. એક્સપર્ટ્સનું સૂચન છે કે, પુરૂષો અને મહિલાઓએ વેક્સિનનો બીજા ડોઝ લીધા બાદ ગર્ભનિરોધકનો ઉપયોગ કરવો જોઇએ અને આ સમયગાળા દરમિયાન ફેમિલી પ્લાનિંગથી બચવું જોઇએ.કોલમ્બિયા એશિયા હોસ્પીટલના ઇન્ટરનલ મેડિસિન ડૉક્ટર દિપક વર્માના જણાવ્યાં અનુસાર, ‘એ કહેવું હજુ કદાચ ઉતાવળભર્યું હશે કે, શું વેક્સિનની કોઇ લોંગ ટર્મ સાઈડ ઇફેક્ટ છે અને શારીરિક સંબંધ બાદ લોકો પર તેની શું અસર પડી શકે. વેક્સિન લઇ ચૂકેલા લોકો દર વખતે શારીરિક સંબંધને ટાળી ના શકે. એટલાં માટે બચાવ જ સલામત રહેવાની સૌથી યોગ્ય રીત છે.’ ડૉકટરોનું કહેવું છે કે, ‘વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ ઓછામાં ઓછાં 2થી 3 અઠવાડિયા માટે પુરૂષો અને મહિલાઓ કોન્ડોમ જેવા ગર્ભનિરોધકનો ઉપયોગ કરે. આવું એટલાં માટે કારણ કે શારીરિક સંબંધ દરમ્યાન બોડીના ફ્લુઇડ એકબીજાના સંપર્કમાં આવે છે. કોવિક્સિનના ત્રીજા ચરણનાં ક્લિનિકલ ટ્રાયલ હજી પણ ચાલુ છે અને તે ઉપરાંત વૉલંટિયર્સને ત્રણ મહિના સુધી શારીરિક સંબંધ દરમ્યાન કોન્ડોમનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે. કોવિક્સિનની રિક્રૂટમેન્ટના ક્રાઇટેરિયામાં વૉલંટિયર્સને વેક્સિન લગાવ્યાના ત્રણ મહિના સુધી સ્પર્મ ડોનેટ ના કરવાની સલાહ આપવામાં આવી છે.