કોરોનાના કારણે વર્ક ફ્રોમ હોમની પદ્ધતિ આવી જેની અસર હવે આંખો માં જોવા મળી રહી છે. ડ્રાય આઇની ઇન્કવાયરી અત્યારે હોસ્પિટલમાં 60 થી 70 ટકા વધી ગઈ છે.વર્ક ફ્રોમ હોમ સાથે જ બાળકો અત્યારે ઓનલાઇન એજ્યુકેશન ભણી રહ્યા છે. તેની અસર સીધી જ તેમની આંખોમાં વર્તાઈ રહી છે. ડ્રાય ની બીમારી વધી ગઈ છે. ડ્રાય એટલે સુખી આંખથી થતા રોગ સુખી આંખ એક એવી પરિસ્થિતિ છે. જેમાં પૂરતા પ્રમાણમાં આંસુ બનતા નથી અથવા તેની ગુણવત્તા યોગ્ય હોતી નથી.લાંબા સમય માટે મોબાઈલ કોમ્પ્યુટરનો વધુ ઉપયોગ, કોન્ટેક લેન્સ પહેરવાથી, ધુમ્રપાન કરવાથી, હોર્મોનલ ઇમ્બેલેન્સ થવાથી અને ૫૦થી વધુ ઉંમરના લોકો આ તમામ કારણોથી ડ્રાય આઇની બીમારી સર્જાતી હોય છે. બળતરા થવી પહોંચવું, અતિશય આંખમાંથી પાણી પડવું, આંખ લાલ પડી જવી, ક્યારેક ક્યારેક આંખ ઝાખી પડવી અને કાંકરી પડી હોય તેવો અહેસાસ થયો.. આ તકલીફ થાય તો સમજી જવું કે આ ડ્રાય આઇના લક્ષણ છે.કોરોના બાદ આ બીમારી વધી છે. પહેલા હતી પરંતુ હવે 60 થી 70 ટકા જેટલી ઇન્કવાયરી આવતી હોય છે.
ડ્રાય માટે સ્પેશિયલ મશીન દ્વારા ચેકઅપ કરવામાં આવે છે ત્યારબાદ તમને જણાવે કે તમને ડ્રાય આઇ કેટલા પર્સન્ટેજ સુધી થયું છે. તેના પછી તેની ટ્રીટમેન્ટ first stage હોય તો drop પહેલા આપવામાં આવે છે પરંતુ drop થી પણ જો તેની બીમારી ઓછી ન થાય તો તેના માટે એક સ્પેશિયલ મશીન પણ છે. ડ્રાય ટ્રીટમેન્ટ મશીન કહેવામાં આવે છે. તે મશીન પર જેને ડ્રાય આઈ થયું હોય તેને 15 મિનિટ માટે બેસાડવામાં આવે છે તેમને ફેસ માસ્ક પહેરાવીને બેસાડવામાં આવે છે અને હિટ આપવામાં આવે છે જેનાથી આંસુ સક્રિય બને અને આંસુ આવે છે. આ ટ્રીટમેન્ટ ફક્ત એક જ વાર આપવામાં આવે છે ત્યારબાદ તેના પંદર દિવસ પછી ફરીથી તમારે ચેકઅપ કરાવવાનું હોય છે ચેકઅપ કરાયા બાદ પણ ડ્રાયની બીમારી ઓછી ન થાય તો ફરીથી તેને આ જ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. પરંતુ આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નું કેવું છે કે એક જ વાર ટ્રીટમેન્ટ આપવાથી આ બીમારી દૂર થઇ જતી હોય છે. આ બીમારી તમામ ઉંમરના લોકોને થતી હોય છે. આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જીતેન્દ્ર કોટડીયાનું કેવું છે કે વર્ક ફ્રોમ હોમમાં પણ એક એક કલાકના બ્રેક બાદ તમે કોમ્પ્યુટર કે મોબાઈલ નો ઉપયોગ કરો જેનાથી આ ડ્રાય આઇની બીમારી ન સર્જાઇ સાથે જ તેમનું કહેવું છે કે જો લક્ષણ દેખાય તો તરત જ આઇ સ્પેશ્યલિસ્ટને બતાવો કારણકે લોકો અત્યારે સામાન્ય બીમારી સમજીને તેને જવા દેતા હોય છે પરંતુ ડોક્ટરને બતાવ્યા વગર કોઈ પણ દવા લેવી નહીં. મોબાઈલ કરતા ટીવી વધારે ઉપયોગ કરવો તેઓ ડોક્ટરની સલાહ છે. ડ્રાય માટે ઇટાલીનું એક લેટેસ્ટ મશીન પણ લાવવામાં આવ્યું છે તે થોડીક જ મિનિટોમાં સુખી આંખનું તપાસ કરી દે છે. આ બીમારીથી બચવા માટે ડોક્ટરની સલાહ મુજબ થોડા થોડા સમયના બ્રેક બાદ જ તમે કોમ્પ્યુટર ક્યાં તો મોબાઈલનો ઉપયોગ કરો.