કોરોના વાયરસનો કહેર દુનિયાના હજૂ એક પણ દેશમાં ખતમ થયો નથી. ત્યારે હવે વધુ એક રહસ્યમય બિમારીથી દુનિયામાં દહેશત ફેલાઈ છે. કેનેડામાં અત્યાર સુધીમાં આ બિમારીની ચપેટમાં લગભગ 40થી વધારે લોકો આવી ગયા છે, જ્યારે 5 લોકોના મોત પણ થયા છે. ચિંતાની વાત તો એ છે કે, આ બિમારીને લઈને હાલમાં ડોક્ટર્સ અને વૈજ્ઞાનિકો પાસે કોઈ જ જાણકારી નથી. આ બિમારીને હાલ તો મગજની બિમારી સાથે જોડી રહ્યા છે. આવી બિમારીઓ ક્રુટજફેલ્ટ-જૈકોબ રોગ અથવા CJDના નામથી પણ ઓળખાય છે. કેનેડામાં કેટલાય એક્સપર્ટ તેને મૈડ કાઉ ડિસીઝના નામથી પણ ઓળખે છે. કહેવાય છે કે, આ બિમારીનો સૌથી પહેલો કેસ 2015માં આવ્યો હતો. હવે 2021માં તેના કેસો સતત વધી રહ્યા છે. કેનેડાના બર્ટરેંડ શહેરના મેયર વોન ગોડિને આ બિમારી વિશે કહ્યુ હતું કે, કોરોના બાદ હવે બિમારીથી લોકો પરેશાન થયાં છે. શરૂઆતી રિપોર્ટમાં જાણવા મળ્યા પ્રમાણે પીડિત વ્યક્તિ વસ્તુ ભૂલી જાય છે. અચાનક ભ્રમની સ્થિતીમાં ચાલ્યા જાય છે. ન્યૂરોલોજિસ્ટ ડોક્ટર્સ એલાયર માર્રેનોનું કહેવુ છે કે, અમારી પાસે સબૂત નથી કે, જે એ સાબિત કરી શકે છે. આ અસામાન્ય પ્રોટિનથી થનારી બિમારી છે.
