IGMSના મેડિકલ સુપરિડેન્ટન્ટ ડોક્ટર મનીષ મંડલે જણાવ્યું કે બ્રેન સર્જરીની આ રીત ખૂબ જ સફળ રહી. તેમાં દર્દીઓની ઝડપથી રિકવરી થઈ છે. આ પહેલા IGIMSમાં બ્રેનની ઘણી ઓપન સર્જરી કરવામાં આવી છે. IGIMSના ENT વિભાગના HOD ડો.રોકેશ સિંહ જણાવે છે કે નાકના રસ્તેથી બ્રેનની સર્જરી કરીને ફંગસને કાઢવી જટિલ છે. બ્રેનના ફંટલ લોબમાં ફેલાયેલી ફંગસને નાકના રસ્તેથી સર્જરી કરીને કાઢવામાં આવી છે. એક દર્દીમાં લગભગ 3 કલાકનો સમય લાગે છે. તે નાકના રસ્તેથી બ્રેનના તે હિસ્સામાં જાય છે, જ્યાં ફંગસ જાળ બનાવે છે. જે ત્રણ દર્દીઓની સર્જરી આ સમયમાં કરવામાં આવી છે, તેની અંદર સંક્રમણનો ફેલાવો વધુ થયો હતો. IGIMSમાં એક એવા દર્દીની નાકનાના રસ્તે બ્રેન સર્જરી કરવામાં આવી છે, જેના અડધા બ્રેનમાં બ્લેક ફંગસ સંપૂર્ણ રીતે જાળ બનાવી ચૂકી હતી. આંખોમાં એટેક કરનાર ફંગસ મગજના ફ્રંટલ લોવ સુધી પહોંચી ગઈ હતી. દર્દીની સર્જરી કરીને બ્રેનના અડધા હિસ્સામાં ફેલાઈ ચૂકેલી ફંગસને કાઢવામાં આવી. જોકે આ દર્દીની દ્રષ્ટિ બચી શકી ન હતી. રાહતની વાત એ છે કે આ દર્દીની આંખ કાઢવાની ફરજ પડી ન હતી. ડોક્ટરનું કહેવું છે કે ઓપરેશનમાં બ્રેનમાંથી બ્લેક ફંગસને સંપૂર્ણ રીતે સાફ કરવામાં આવી છે. તેના પગલે હવે દર્દીઓ ખતરામાંથી બહાર આવી ગયા છે. IGIMSના મેડિકલ સુપરીડેન્ટન્ટ ડો.મનીષ મંડલે જણાવ્યું કે બ્લેક ફંગસના ઘણા જટિલ ઓપરેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે. અમારા ડોક્ટરોએ 26 દિવસમાં 124થી વધુ સર્જરીનો રેકોર્ડ બનાવ્યો છે. તેમાંથી ઘણા દર્દીઓના મગજમાં ફંગસની મોટી જાળ હતી. આવા સંજોગોમાં બ્રેનની સર્જરી થોડી મુશ્કેલ હોય છે, જોકે અમે તે કરી બતાવી છે.
