યોગ માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે. આર્થ્રાઈટિસ અને ગ્લુકોમા જેવી બીમારીમાં પણ યોગ અસરદાર છે. AIIMSના એક્સપર્ટે તાજેતરના રિસર્ચમાં તેની પુષ્ટિ કરી છે. એક્સપર્ટનું કહેવું છે કે, રિસર્ચમાં એ વાત સાબિત થઈ ગઈ છે કે મેડિટેશન ગ્લુકોમા અને રુમેટોઈડ આર્થ્રાઈટિસની સારવાર એક એડિશનલ થેરપીની જેમ કામ કરે છે. AIIMSથી જોડાયેલા રાજેન્દ્ર પ્રસાદ સેન્ટર ઓફ ઓપ્થેલેમિક સાયન્સિસના એક્સપર્ટ તનુજ દાદા અને કાર્તિકેય મહાલિંગમનું કહેવું છે કે, ગ્લુકોમાના દર્દીઓમાં મેડિટેશન મસ્તિષ્કમાં બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને આંખોને નુક્સાન પહોંચાડનારા ઈન્ટ્રાકુલર પ્રેશરને ઘટાડે છે. તે સોજા ઘટાડે છે અને ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઓછો કરે છે. એક્સપર્ટ કહે છે કે, તાજેતરનાં રિસર્ચમાં એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, મેડિટેશનની ટેબ્રિકુલર મેશવર્ક જીન એક્સપ્રેશન પર શું અસર થાય છે. ગ્લુકોમાની બીમારીમાં આ જનીનની મહત્ત્વની ભૂમિકા હોય છે. એવું જાણવા મળ્યું કે, ગ્લુકોમાના દર્દીઓમાં મેડિટેશનથી જનીનમાં સકારાત્મક ફેરફાર આવે છે તે આંખની અંદર થતાં દબાણથી થતી બીમારી છે, જેના સામાન્ય રીતે કોઈ લક્ષણ જોવા મળતાં નથી. લાંબા સમય સુધી આ પ્રેશરને કારણે આંખની નસ અર્થાત ઓપ્ટિક નર્વ ડેમેજ થઈ જાય છે અને આંખોની રોશની ઘટવા લાગે છે. સારવાર ન મળે તો દર્દી હંમેશાં માટે આંખની રોશની ખોઈ શકે છે. આ એક સામાન્ય બીમારી છે જે કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ 60 વર્ષની વધારે ઉંમરના લોકોમાં તેનું વધારે જોખમ હોય છે.
