જો તમે પણ તમારા બાળકોને શાંત અને મનાવવા માટે હાથમાં સ્માર્ટફોન આપી દો છો તો અલર્ટ થવાની જરૂર છે. સ્માર્ટફોન અને 2થી 3 વર્ષના બાળકોના બિહેવિયર પર અમેરિકામાં એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકોએ કહ્યું, બાળકોને ફોન આપવાની આદતથી તેઓ ક્રોધિત બની શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું, સ્માર્ટફોન પર કાર્ટૂન જોતા 2થઇ વર્ષના બાળકોના બિહેવિયર પર નજર રાખવામાં આવી. પેરેન્ટ્સને પણ પૂછવામાં આવ્યું કે, તેમના બાળકો કેટલા સમય સુધી સ્માર્ટફોન વાપરે છે. ટીવી, વીડિયો ગેમ્સ, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોનનો ઉપયોગ કેટલો કરે છે. સંશોધકોનાં જણાવ્યા પ્રમાણે, જે પેરેન્ટ્સે બાળકોનો ગુસ્સો રોકવા તેમને ગેજેટ્સ આપ્યા હતા અને પછી પરત લઇ લીધા તો ગુસ્સો પહેલાં કરતાં વધી ગયો. રિસર્ચ પ્રમાણે, લાંબા સમય સુધી બાળકોમાં આવું બિહેવિયર રહે તો સ્થિતિ વધારે બગડી શકે છે. રોયલ કોલેજ ઓફ પીડિયાટ્રિક્સ એન્ડ ચાઈલ્ડ હેલ્થની ગાઇડલાઇન પ્રમાણે, 18 મહિનાથી ઓછી ઉંમરના બાળકોને ગેજેટ્સ ના આપવા જોઈએ. 2થી 5 વર્ષના બાળકોને એક દિવસમાં એક કલાકથી વધારે ગેજેટ્સનો ઉપયોગ ના કરવો જોઈએ. બાળકો ફોનમાં શું જોઈ રહ્યા છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ભોજન વખતે અને પ્રવાસ દરમિયાન ગેજેટ્સથી દૂર રાખવા જોઈએ.
