સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 80 ટકા દર્દીઓ ઓકિસજન પર છે. જેમના RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ પૈકીના મોટા ભાગના દર્દીઓના સીટી સ્કેન કરાવવામાં આવ્યા નથી, કેમ કે 700થી વધુ દર્દીઓના સીટી સ્કેન કરાવવા શકય નથી, પરંતુ ડોકટરો કહે છે કે ઓકિસજન પર દર્દી ત્યારે જ હોય જ્યાારે તેમનાં ફેફસાં 40 ટકા કરતાં વધુ ડેમેજ હોય શકે છે. અને રોજબરોજ જે નવા દર્દી દાખલ થાય છે, એમાં પણ 89 ટકા દર્દીઓને ઓકિસજનની જરૂર પડે છે. જો 15થી 29 ટકા ફેફસાં ઈન્ફેકટ થયાં હોય તો તેવા દર્દીને ઓકિસજનની જરૂર પડતી નથી. દર્દી દાખલ થયાના ત્રીજા જ દિવસે 70% ઇન્ફેક્શન. અમરેલીના દર્દીને કોરોના થયા બાદ ત્યાં દાખલ થવા માટે પ્રયાસ કર્યા, પણ ત્યાં બેડ નહીં મળતાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા. ગુરુવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને શનિવારે સવારે તેઓ અહીં દાખલ થયા. અહીં ડોકટરે સીટી સ્કેન કરાવ્યું તો તેમનાં ફેફસાંમાં 70 ટકા ઈન્ફેકશન ફેલાઈ ગયું છે. માત્ર ત્રણ જ દિવસમાં હજુ તો દર્દી દાખલ થાય એ પહેલાં ફેફસાં વાયરસ લોડથી ભરાઈ ગયા છે. પ્રથમ વેવમાં આવી સ્થિતિ 7થી દસ દિવસે અને દર્દી મોડો હોસ્પિટલમાં દાખલ થયો હોય ત્યારે જોવા મળતી હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં 90 ટકા ઓકિસજન પર છે, જેમનાં ફેફસાંમાં 50થી 70 ઈન્ફેકશન જોવા મળે છે. પહેલા સ્ટ્રેનમાં આ પ્રમાણ 7-10 દિવસે જોવા મળતું, હવેના સ્ટ્રેનમાં 2-3 દિવસમાં જોવા મળે છે. – ડો.પારુલ વડગામા, કોવિડ ઈન્ચાર્જ, સિવિલ હોસ્પિટલ.
