કોરોના વાયરસને અટકાવા માટે એક જ છેવટનો ઉપાય હોય તેમ વેક્સિનેશન માટે ખાસ અભિયાન ચલાવાઈ રહ્યું છે. કરોડો લોકોને અત્યાર સુધી વેક્સિન અપાઈ ચૂકી છે. જ્યારે કે મોટી સંખ્યામાં નવા રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે. આ વચ્ચે કેટલીય ફરિયાદો મળ્યા પછી કેન્દ્ર સરકારે કોવિન પર મોટો બદલાવ કર્યો છે. 8 મે થી કોવિન પર રજીસ્ટ્રેશન કરાવનારાઓને 4 આંકનો સિક્યોરીટી કોડ આપવામાં આવશે. જેનાથી તેઓ વેક્સિન લગાવવા માટે જ્યારે જશે ત્યારે આપવાનો રહેશે. સરકારનું માનવું છે કે કેટલાય લોકોએ જેઓએ વેક્સિનના સ્લોટ બુક કરાવ્યા હતા તેમને વેક્સિનેટેડ બતાવવામાં આવે છે. આ ના રહેતા સરકારે સિક્યોરિટી ફિચર લોન્ચ કર્યું છે.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે વેક્સિનેશન માટે બુકિંગ કરાવતી વખતે લોકોને cowin.gov.in વેબસાઈટ પર એક 4 ડિજીટનો સિક્યોરિટી કોડ મળશે. જે પછી જ્યારે તમે કોડને વેક્સિનેશન સેન્ટર પર આપશો તો એમાં તમને ડિજીટલ સર્ટિફિકેટ પણ જોવા મળશે. આ ફિચર લોકોની એવી ફરિયાદો પછી જોડવામાં આવ્યું છે કે, જેમાં કહેવાયું છે કે જે લોકોએ અત્યાર સુધી એક પણ ડોઝ વેક્સિનનો લીધો નથી છતાં તેમની પાસે મેસેજ આવ્યો છે કે એક ડોઝ લાગી ચૂક્યો છે.જે લોકોએ ફક્ત રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
વેક્સિનેટરના નામથી ઓળખાનારા આ સિક્યોરિટી કોડને સ્લિપ ઉપર પ્રિન્ટ પણ કરી શકાશે. વેક્સિન લગાવ્યા પહેલા 4 અંકનો સિક્યોરિટી કોડ પણ પૂછવામા આવશે. મંત્રાલયે સલાહ આપી છે કે વ્યક્તિ જાયેર પણ વેક્સિન લગાવવા જાય ત્યારે પોતાની સાથે એપોઈન્ટ મેન્ટ લેટર ડિજિટલ અથવા તો પ્રિન્ટેડ કોપી લેતા જાય. જેનાથી સિક્યોરિટી કોડ સમજવામાં કોઈ મુશ્કેલી ના પડે. 1 મેથી ત્રીજા તબક્કાનું વેક્સિનેશન ચાલુ થયું છે. જેના હેઠળ 18 વર્ષથી 44 વર્ષના તમામ લોકોને વેક્સિન આપવામાં આવે છે. આ લોકોએ ઓનલાઈન જ બુકિંગ કરાવવાનું છે.
આ રીતે કરાવો તમારું રજીસ્ટ્રેશન
- કોવિન મોબાઈલ એપ નથી. રજીસ્ટ્રેશન વેબસાઈટ અથવા પછી આરોગ્ય સેતુ એપથી કરાવી શકાય છે.
- મોબાઈલ નંબરથી કોવિન પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તમારા મોબાઈલ પર ઓટીપી આવશે. જે નાંખવાનો રહેશે.
- રજીસ્ટ્રેશન દરમિયાન તમારે એ પણ માહિતી ભરવાની રહેશે કે તમે ક્યું આડી કાર્ડ ઉપયોગ કરશો. જે વેક્સિન લેવા જતા સમયે આપવાનું રહેશે.
- આ પછીથી તમારે કેટલાય પ્રકારના બુકિંગ સ્લોટ દેખાશે. જેમાં તમારે ક્યા દિવસે વેક્સિન લગાવવી છે. અથવા તો ઉપલબ્ધ હશે. તેને પસંદ કરી શકો છો. લોકો પ્રાઈવેટ અથવા સરકારી હોસ્પિટલોમાં વેક્સિન લગાવી શકે છે. વેક્સિનેશન સ્લોટ પર રજીસ્ટ્રેશન થયા પછી તમને 4 અંકનો સિક્યોરિટી કોડ આપવામાં આવશે.