કોરોના નામના જીવલેણ વાયરસે ભારતમાં પણ કહેર વર્તાવ્યો છે. દેશમાં દિવસે-દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસનો આંકડો 468 પર પહોંચ્યો છે. જ્યારે અત્યાર સુધી 22 લોકોના મોત થયા છે. કોરોના સામેની જંગમાં હાલ રાજ્ય સહિત આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. જે 14 એપ્રિલે સમાપ્ત થશે.
આ લોકડાઉન હોવા છતાં પણ કોરોનાના કેસમાં ઘટાડો નથી થઈ રહ્યો અને નવા કેસ ટપોટપ સામે આવી રહ્યો છે. તેથી કેટલાક રાજ્યોમાં આ લોકડાઉનની મર્યાદાને આગળ વધારવામાં આવી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ લોકડાઉનની મર્યાદાને આગળ વધારવામાં આવે એવી પ્રબળ સંભાવના છે. એક તરફ રાજ્યના લોકો કોરોના સામે લડી રહ્યા છે ત્યારે બીજી તરફ હવે ગુજરાતમાં ગરમીએ લોકોના હાલ બેહાલ કર્યા છે. માહિતી મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે એવા સમાચાર છે.