થોડાક દિવસ સુધી વિરામ કર્યા બાદ મુંબઈ સહિત રાજ્યભરમાં ગણેશ ચતુર્થી મેઘરાજાનું પુનરાગમન થયું છે. અને આજે મનમૂકીને વરસતાં શહેર જળબંબાકાર બનતાં મુંબઈનું જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઈમાં ગત ૩૬૩ કલાકમાં લગભગ ૧૪ ઈંચ વરસાદ વરસ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણથી કેડ સમા પાણી ભરાયા હતા. રેલવે સેવા ઠપ, વાહન વ્યવહાર પર જામ, વિમા સેવા પર અસર પડી હતી.

પાણી ભરાતા બેસ્ટની ૭૮ બસ બ્રેક ડાઉન થઈ હતી. શાળા, કોલેજમાં રજા અપાઈ હતી. લોકલ સેવા ઠપ થતાં મુંબઈગરા ત્રસ્ત થયા હતા. લોકોને સમુદ્ર કિનારે નહિં જવાની અપીલ કરાઈ હતી.આગામી ૨૪ કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી વેધશાળાએ કરી હતી. જોકે વૃક્ષ અને દિવાલ તૂટી પડવાની, શોર્ટસ સર્કિટના કિસ્સાનો સિલસિલો કાયમ રહ્યો હતો.