છેલ્લા કેટલાંક દિવસથી ઠંડીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. શિમલામાં 7 સેમી હિમવર્ષાથી વાહન વ્યવહારને અસર થઈ છે. સ્પીતિમાં પારો માઈનસ 25 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. મંડી જિલ્લામાં આવેલ વિખ્યાત પારાસર સરોવર બરફથી ઢંકાઈ ગયું છે. તે સાથે જ હિમાચલ પ્રદેશમાં સતત ચોથા દિવસે પણ હિમવર્ષા ચાલુ રહી છે. મંડી જિલ્લાનું પ્રસિદ્ધ પરાશર સરોવર ઠંડીથી થીજી ગયું છે.
પહાડો પર હિમવર્ષાથી ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારોમાં રાત્રે તાપમાન 10 ડિગ્રીથી ઓછું થઈ ગયું છે તો બીજી તરફ મેદાની શહેરોમાં અજમેરમાં સૌથી વધુ 7.4 ડિગ્રી ઠંડી રહી. પહેલા દસ ઠંડા મેદાની શહેરમાં રાજસ્થાનના ચાર, હરિયાણા, મ.પ્રદેશના બે-બે અને પંજાબ, ઉ. પ્રદેશના એક-એક શહેર છે.