હ્માચલના કુલ્લુમાં એક ખાનગી બસ 500 મીટર ઉંડી ખીણમાં ખાબકી છે. આ બસ નીચે પટકતા 3 ના મોત નિપજ્યા છે અને 30 લોકો ઘાયલ થયા છે. હાલ ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલોનો આંકડો હજી વધી શકે છે.
દરમિયાન કુલ્લુના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં મૃતાંક 15-20 સુધી પહોંચવાની શક્યતા છે. અનેક લોકો બસના કાટમાળ નીચે ફસાઈ ગયા છે. પ્રાપ્ત વિગતો મુજબ બસમાં 60 મુસાફરો સવાર હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો બસની છત પર પણ બેઠા હતા.
કુલ્લુ જિલ્લામાં બંજાર વિસ્તારમાં આવેલા ભેઉટ વળાંક પાસેની આ ઘટના છે. આ બસ મહાવીર પ્રાઇવેટ બસ સર્વિસની હતી. સુપ્રીટેન્ડેન્ટ ઑફ ડિસ્ટ્રિક્ટ ઘટના સ્થળે પહોંચ્યા છે. પ્રસાશન અને સ્થાનિક લોકો રાહત કાર્યમાં જોતરાયેલા છે. આ અકસ્મતામાં ઘાયલો અને મૃતકોની સંખ્યા વધી શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાચલમાં પર્વતીય વિસ્તારના માર્ગે જોખમી વળાંકો અને ઊંચાઈએ આવેલા સિંગલ પટ્ટી રોડ પર અવારનવાર અકસ્માત સર્જાતા રહે છે તેમ છતાં તકેદારીના અભાવે આ પ્રકારના અકસ્માતો સર્જાતા હોય છે.