શિયાળાનો અંત અને ગરમીની શરૂઆત કે બુરાઇ પર સચ્ચાઇની વિજય માટે ઉજવાતા હોળીના પવિત્ર તહેવારમાં બુધવારે રાત્રે 8.37 પછી જ હોળી પ્રાગટ્ય થઇ શકશે. બુધવારે સવારે 10.45 વાગ્યા સુધી ફાગણ સુદ ચૌદસ રહેશે જે બાદ પુનમનો પ્રારંભ થશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર હોળી પ્રગટાવવામાં વિશિષ્ટ ભદ્રાનો ત્યાગ કરવો જોઈએ માટે વિશિષ્ટ ભદ્રા યોગ પૂર્ણ થયા બાદ હોળી પ્રગટાવવી જોઈએ.
ઈકો ફ્રેન્ડલી હોળીમાં 150 કિલો જડીબુટ્ટી અને 2 હજારથી વધુ લાકડાનો ઉપયોગ : મહેમદાવાદના સિદ્ધિ વિનાયક ખાતે હોળીના દિવસે ગુજરાતની સૌથી વિશાળ ઇકોફ્રેન્ડલી હોળી તૈયાર કરાઈ છે. 35 ફૂટની ઇકોફ્રેન્ડલી લાકડાના હોળીમાં 150 કિલોથી વધારે જડીબુટ્ટીઓનો અને 2 હજારથી વધુ લાકડાનો વપરાશ કરવામાં આવ્યો છે. હોળીની રાત્રે 8.37 કલાકે પ્રગટાવામાં આવશે તેમજ હોળીના દર્શન મંદિરના પ્રાંગણથી 5 કિલોમીટરો દૂરથી કરી શકાશે.
હોળીના તહેવાર દરમિયાન શહેરના નાગરિકો ડામરના રોડ પર હોળી પ્રગટાવે છે જેના કારણે ડામર ગરમ થવાથી તેમજ રોડ પર ખાડો કરવાથી રસ્તાને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાનો દાવો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. આ પરિસ્થિતિ ઉદભવે નહીં તે માટે રોડ પર ઈંટો ગોઠવી તેના પર રેતી પાથરીને હોળી પ્રગાટવવામાં આવે તો રસ્તાને થતું નુકસાન નિવારી શકાય. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને રસ્તા પર ઈંટો ગોઠવી તેના પર રેતી પાથરી હોળી પ્રગાટવવા અપીલ કરવામાં આવી છે.અબાલ-વૃદ્ધ તેમજ સામાન્ય બીમાર વ્યક્તિ કરતા હોય છે. જ્યારે ગર્ભવતી સ્ત્રી,રજસ્વલાના સમયમાં હોય તેવી સ્ત્રી, અતિ બીમાર વ્યક્તિ પ્રદક્ષિણા ન કરવી.પ્રદક્ષિણા કરવાથી માનસિક ચિંતા ઘટશે. આયુ- આરોગ્ય સારું થશે.
શહેરમાં 4 જગ્યાએ ઈકો ફ્રેન્ડલી હોળી: ખોખરા મદ્રાસી મંદિર પાસે તેમજ સુભાષ ચોક 12 ફૂટની હોળીમાં 12 હજાર છાણાં તેમજ અમરાઈવાડી જોગણી માતાજીના મંદિર પાસે 15 ફૂટની ઇકોફ્રેન્ડલી હોળી બનાવાઈ છે. અંકુરના કામેશ્વર મહાદેવમાં 12 ફૂટની હોળી પ્રગટાવાશે. હોળીની જ્વાળા ચોમાસું કેવું રહેશે તે બતાવશે: અનેક જાણકારો ભડલી વાકયના આધારે હોળીની જ્વાળાની દિશા અને પવનની દિશાના આધારે ચોમાસુ, જાહેર આરોગ્ય કેવું રહશે તેનો વર્તારો જણાવતા હોય છે.હોળીની જ્વાળાના આધારે વર્ષ કેવું રહેશે તેની આગાહી કરાશે.
પાવાગઢમાં રાત્રે 9 પછી હોળી પ્રગટાવાશે: પાવાગઢ મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ આસપાસના વિસ્તારમાં હોળી પ્રગટાવાય છે. પરંતુ આ વર્ષે હોળીના દિવસે ચૌદસ અને પૂનમની તિથિ ભેગી હોવાના કારણે પંચાંગના આધારે બુધવારે રાત્રે 9 વાગ્યા બાદ જ હોળી પ્રગટાવવામાં આવશે.