મહત્વનું છે કે શિયાળો શરૂ થતાં આ ચારેય ધામના કપાટ 6 મહિના સુધી બંધ કરી દેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ચાર ધામ યાત્રાનું ઘણુ મહત્વ રહેલું છે. હાલ ચારેય ધામના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે.
તો બદ્રીનાથ ધામના કપાટ પણ આજે ખોલી દેવામાં આવ્યા છે…રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલા કેદારનાથ ધામને ભગવાન શિવ શંકરનું પવિત્ર ધામ માનવામાં આવે છે. તો ઉત્તરકાશી જિલ્લામાં આવેલા ગંગોત્રી અને યમુનોત્રી ધામની યાત્રાને પણ ખાસ માનવામાં આવે છે.
જ્યારે ચમોલી જિલ્લામાં આવેલું બદ્રીનાથ ધામ ભગવાન બદ્રી એટલે કે વિષ્ણુનું પવિત્ર સ્થળ છે. એવી માન્યતા છે કે જીવનમાં આ ચારેય ધામની યાત્રા કરનારા દરેક શ્રદ્ધાળુના પાપ ધોવાઈ જાય છે. સાથે જ વ્યક્તિની આત્માને જીવન અને મૃત્યુના બંધનથી મુક્તિ મળી જાય છે.