ઇલેક્ટ્રોનિક વોટિંગ મશિન (EVM) બાબતે સર્જાયેલા વિવાદથી ગુરુવાર થનારી લોકસભા ચુંટણીની મત ગણતરી દરમિયાન હિંસા કે ગરબડ થવાની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને એલર્ટ કર્યા છે. તે ઉપરાંત કેટલાંક તત્વો દ્વારા હિંસા ભડકાવતા નિવેદનોને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને મત ગણતરીના સ્થળો અને EVMના સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વધારવા માટે પુરતા પગલાં લેવા નિર્દેશ કર્યો છે.
ગૃહ મંત્રાલયને લોકસભાની ચૂંટણી 2019ની મત ગણતરી વખતે કેટલાંક રાજ્યોમાં હિંસા ભડકવાની આશંકાને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને ડીજીપી પોલીસ અધિકારીઓને સાવધ કર્યા છે. મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કાયદો અને વ્યવસ્થા જાળવવી રાખવા માટે અપિલ કરી છે.