સોમવારે મુંબઈમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમીટેડ (RIL)એ દેશની સૌ પ્રથમ COVID-19ના દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ તૈયાર કરી છે. RILએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, રિલાયન્સ ફાઉન્ડેશને મુંબઈ મ્યુન્સિપલ કોર્પોરેશનના સાથે મળીને COVID-19ના દર્દીઓ માટે 100 બેડની ક્ષમતા ધરાવતી વિશેષ હોસ્પિટલ સેટઅપ કરી છે.રિલાયન્સે જણાવ્યું કે, COVID-19ને લઈને ભારતની આ પ્રથમ ડેડિકેટેડ હોસ્પિટલ છે. જેનું સંપૂર્ણ ફંડિંગ રિલાયન્સ ફાઉન્ડેશન કરશે. આ હોસ્પિટલના તમામ બેડ પર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વેંટીલેટર્સ, પેસમેકર, ડાયલિસિસ મશીન અને મોનિટરિંગ મશીન જેવા તમામ બાયોમેડિકલ ઈક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારને આપ્યા 5 કરોડ રૂપિયા
આ ઉપરાંત કોરોના વાઈરસથી પ્રભાવિત દેશોથી આવનારા તમામ મુસાફરો માટે ખાસ કરીને મેડિકલ સુવિધા તૈયાર કરવામાં આવી છે. જેથી તેમને ક્વોરેન્ટિન કરવામાં આવી શકે. કંપનીએ મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર ફંડમાં પણ 5 કરોડ રૂપિયા જમા કરાવવાનો નિર્ણય કર્યો છે.
પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ વધારવાની પણ તૈયારી
રિલાયન્સે જણાવ્યું કે, તે પેસમેકર બનાવવાની ક્ષમતાને વધારીને 1 લાખ પ્રતિદિન કરવામાં જોતરાઈ છે. કંપની અન્ય પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ પણ તૈયાર કરી રહી છે. જેથી દેશમાં આ સુવિધાની ક્યાંય કમીના વર્તાય.