દિલ્હી સરકારે છેલ્લા 5 મહિનાથી બંધ પડેલી હોટલે ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. આ સાથે જ સાપ્તાહિક બજારોને પણ ટ્રાયલ બેસ પર કામ શરૂ કરવાની મંજૂરી આપી છે. કોરોનાકાળમાં દિલ્હીવાસીઓ માટે કેજરીવાલે ફરી એક વાર ચહેરા પર મુસ્કાન લાવી છે.
આ બેઠકમાં બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખતા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અનુસાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હવે દર બુધવારે બાળકોને ઓનલાઈન જુમ્બા ડાંસ, યોગા, એરોબિક્સ જેવી ફિઝીકલ એક્ટીવીટની ટ્રેનિંગ આપશે. જેના કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય.આ વિભાગે જણાવ્યુ હતું કે, કોરોનાકાળમાં શાળાઓ ન ખુલતા વિદ્યાર્થીઓના વ્યાયામ પર ખરાબ અસર ન થાય એટલા માટે પગલુ ભર્યુ છે.
વિભાગે વધુમાં જણાવ્યુ હતું કે, આ માટે યૂટ્યૂબ પર બાળકો માટે પ્રી રેકોર્ડેડ સેશન અપલોડ કરવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે, દર બુધવારે ક્લાસ આયોજન થશે. જેમાં હાજર અનિવાર્ય રહેશે. જેમાં કેજીના બાળકો માટે સેશન 20થી 25 મીનીટનો રહેશે. જ્યારે પાંચમા ધોરણના બાળકોથી લઈને મોટા વિદ્યાર્થીઓ માટે સેશન 3થી 35 મીનિટનો રહેશે. જો કે, દિલ્હીમાં જીમ ખોલવા માટેનો હજૂ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. તેથી દિલ્હીમાં હમણા જીમ બંધ રહેશે.