થાન પંથકમાં ભાજપના સંસદસભ્ય તથા કોંગ્રેસના ધારાસભ્ય હોય વારંવાર કોણે કામગીરી કરી તે બાબતે પ્રશ્ન ઉપસ્થિતિ થઇ રહ્યા છે ત્યારે થાન-તરણેતર બાયપાસ રોડ છેલ્લા સાતેક વર્ષથી બિસ્માર હાલતમાં હતો. સંસદસભ્ય અનેક વખત આ રસ્તા ઉપરથી પસાર થયા છે. પરંતુ તેમણે ક્યારેય રસ્તા બાબતે રજૂઆત કરી હોય એવું કોઈના ધ્યાને નથી. પરંતુ ધારાસભ્ય રુત્વિક મકવાણા દ્વારા અવાર નવાર વિધાનસભામાં રસ્તાનો પ્રશ્ન મૂકી થાન શહેરની જનતાને પણ વાકેફ કરવામાં આવી છે ત્યારે ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે તેઓએ સરકારમાં વારંવાર રજૂઆત કરી હતી, જેના કારણે સરકાર દ્વારા એસ.આર.ની બે કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને આ રસ્તો સીસી રોડ માટે મંજુર થયો છે. જેની જાણ ભાજપને થતા ત્રણ દિવસ પહેલા તેમના દ્વારા લીંબડ જશ ખાટવા ઉતાવળે ઉતાવળે સંસદ સભ્યને બોલાવી, પ્રોટોકોલનો ભંગ કરી, જાહેર બાંધકામ ખાતાને પણ જાણ કર્યા વગર, મુખ્યમંત્રીને પણ અંધારામાં રાખી આ રસ્તાનો ખાતમુહર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસને કોઇ લીબડ જસ ખાટવામાં રસ નથી. પરંતુ જે પક્ષે કશું જ કર્યુ નથી અને ફક્ત લીંબડ જશ ખાટી પ્રજાને ગેરમાર્ગે દોરવા ખાતમુહર્ત કાર્યક્રમ યોજ્યો હતો. જેનો પ્રતીક વિરોાૃધ કરવા અમોએ ખાતમુહર્ત કાર્યક્રમ કર્યો છે. જો કોંગ્રેસે ખાતમુહૂર્ત કરવું જ હોત તો ચોટીલાાૃથી રોડ શરૃ થયો ત્યારે પણ અમો ખાતમુરત કરી શકતા હતા. જ્યારે ખાતમુહર્ત કાર્યક્રમ હોય ત્યારે સૃથાનિક ધારાસભ્યને આમંત્રણ પણ આપવું પડે છે. જે પ્રોટોકોલ છે તેનો પણ ભાજપ દ્વારા ભંગ કરી લીંબડ જશ ખાટવા જ ભાજપ દ્વારા ખાતમુહર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
