લોકસભા ચૂંટણી માટે આજે 11 એપ્રિલથી મતદાન શરૂ થઇ ગયું છે. પ્રથમ ચરણમાં 20 રાજ્યી 91 લોકસભાની સીટો પર મતદાન થઇ રહ્યું છે. ચૂંટણીમાં તમારા માટે વોટર આઇડી કાર્ડ ખૂબ જ મહત્વનું છે. જો તમારે આગામી 6 ચરણોમાંથી કોઇ એકમાં મતદાન કરવાનું હોય તો તમારી પાસે વોટર આઇડી કાર્ડ હોવું જરૂરી છે અથવા તો વોટર પરચી ન હોય તો મતદાન કેવી રીતે કરશો તે અંગે આજે અમે તમને જણાવી રહ્યાં છીએ.
જો તમે કોઇ અન્ય જગ્યાએ શિફ્ટ થઇ ગયાં છો અને નવું વોટર આઇડી કાર્ડ તમને ન મળ્યું હોય તો પણ તમે મતદાન કરી શકો છો. તમે ઓનલાઇન ચેક કરી કો છો કે તમારુ નામ વોટર લિસ્ટમાં છે કે નહી અને તો તમારુ નામ વોટર લિસ્ટમાં હોય તો ઓનલાઇન જ મતદાતા સૂચના પરચીની પ્રિન્ટ કાઢીને કોઇ અન્ય ફોટો આઇડી પ્રૂફ સાથે તમે મતદાન કરવા માટે જઇ શકો છો.
આ સ્થિતીમાં નહી કરી શકો મતદાન
ભારતના નાગરિક અ મતદાતા તરીકે તમારી ઓળખ ત્યારે જ છે જ્યારે તમારુ નામ વોટર લિસ્ટમાં સામેલ છે. જો તમારુ નામ વોટર લિસ્ટમાં નહી હોય તો તમે મતદાન નહી કરી શકો. વોટર લિસ્ટમાં સમયે-સમયે બદલાવ કરવામાં આવે છે અને અનેક બોગસ વોટર્સનાં નામ હટાવવામાં આવે છે તેવામાં જરૂરી છે કે તમે અપડેટ રહો. આ લિસ્ટમાં જ તમારા બૂથ નંબર સંબંધી તમામ જાણકારી આપવામાં આવે છે.