અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan) સાથે સોમવારે મુલાકાત કરશે. આનાથી પહેલા રવિવારે ટ્રમ્પ PM મોદી (PM Modi) સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે.
ટ્રમ્પ મંગળવારે પણ ન્યૂયોર્કમાં પીએમ મોદી સાથે મીટિંગ કરશે. એક સીનિયર અધિકારીએ જાણકારીએ આ અંગેની જાણકારી આપી છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ‘સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રના અવસર પર ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાથે ટ્રમ્પ ન્યૂયોર્કમાં જ મુલાકાત કરશે. સંભાવના છે કે, ટ્રમ્પ રવિવાર રાત્રે ન્યૂયોર્ક પહોંચશે. આનાથી પહેલા તેઓ હ્યૂસટનમાં PM મોદી સાથે હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે અને બંને નેતા 50 હજારથી વધારે ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે.’
જે બાદ ટ્રમ્પ ઓહિયો પણ જશે, જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત કરશે. અધિકારી અનુસાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમ માટે હ્યૂસટન જશે. તે પછી તેઓ ઓહિયો જશે અને ઓસ્ટ્રેલિયાના પીએમને મળશે. ઓસ્ટ્રેલિયા સાથે યૂએસ ઈકોનોમિક રિલેશનશિપ પર ચર્ચા કરવામાં આવશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રરેજ સેબસ્તિઆન, સિંગાપુરના પીએમ, ઈજિપ્ટના રાષ્ટ્રપતિ, સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ અને ન્યૂઝીલેન્ડના પીએમ સાથે મુલાકાત કરશે. 24 સપ્ટેમ્બરે (મંગળવાર) ટ્રમ્પ યૂએન જનરલ એસેમ્બલીને સંબોધિત કરશે