હ્યુસ્ટન જતા PMનાં વિમાનમાં તકનીકી ખામી હોવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું. લગભગ બે કલાક રોકા્યા બાદ પીએમ મોદી, ત્યાંથી ફરી અમેરિકા જવા રવાના થયા. જર્મનીમાં ભારતીય રાજદૂત મુક્તા તોમર અને કોન્સ્યુલ જનરલ ફ્રેન્કફર્ટ પ્રતિભા પાર્કરે અહીં PM મોદીનું સ્વાગત કર્યું હતું.
PM મોદી શુક્રવારે મોડી રાત્રે યુએસની મુલાકાતે નીકળ્યા હતા. PM મોદી 27 સપ્ટેમ્બર સુધી યુ.એસ. રહેશે ત્યાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરશે. તેઓ 24 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેશે. તેમની યુ.એસ. પ્રવાસ હ્યુસ્ટનમાં વિવિધ કાર્યક્રમોથી શરૂ થશે. તે ઉર્જા ક્ષેત્રના સીઇઓ, ભારતીયોના વિવિધ જૂથો અને યુએસના ટોચના નેતાઓ સાથે વાતચીત કરશે.
PM મોદી રવિવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 10: 15 કલાકે વિદેશી ભારતીયો માટે હ્યુસ્ટનનાં કાર્યક્રમમાં હાજરી આપશે. તે રવિવારે હ્યુસ્ટનમાં ‘#હાઉડીમોદી’ મેગા રેલીમાં ભાગ લેશે. અમેરીકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ આ કાર્યક્રમને સંબોધન કરવામાં આવે તેવી અપેક્ષા છે.