કોલકાતાના ‘ગે’ પુરુષ મિત્રોએ બંગાળી રિવાજથી હિન્દૂ રીત રિવાજ થી પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી લીધા છે,
તેમના લગ્નના સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.
અભિષેક રે અને ચૈતન્ય શર્મા બન્ને ગે મિત્રો હતા અને એકબીજાને I LOVE YOU કહેતા રહેતા હતા તેઓ વચ્ચે પ્રેમ થઇ ગયો અને એકબીજા વગર રહી શકતા ન હતા તેઓએ આખરે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું અને આખરે એ દિવસ આવી ગયો અને લગ્ન કરી લીધા,તેઓએ લગ્ન સમારોહમાં ‘આઈ ડુ’ કહ્યું અને ત્યારબાદ તેઓના લગ્નની ફોટોસ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
ચૈતન્યએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લગ્નની ઘણી ફોટોસ પણ શેર કરી હતી. સોશિયલ મીડિયા પર લોકો આ કપલને ઢગલાબંધ વધામણીઓના મેસેજ મોકલી રહ્યા છે. આ બંનેની લગ્નના બંધનમાં જોડાયાની ખુશી ફોટોસમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
લગ્નમાં અભિષેકે પારંપરિક બંગાળી રીત-રિવાજ મુજબ ધોતી અને કુર્તા પહેર્યા હતાં, જ્યારે ચૈતન્યએ શેરવાની પહેરી હતી. ચૈતન્યએ લગ્નની અમુક ફોટોસ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ શેર કરી છે. ફેશન ડિઝાઇનર અભિષેક રેએ પોતાના પાર્ટનર ચૈતન્ય શર્મા સાથે એક સમારોહમાં લગ્ન કર્યા હતાં. આ જુગલ જોડી કોલકાતામાં LGBTQ+ કોમ્યુનિટી માટે કામ કરે છે.
આમ,તેઓ એકબીજાને પસંદ કરે છે અને લગ્ન બાદ સુખી સંસાર બનાવશે.