વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અંગત સચિવ તરીકે વધુ એક ગુજરાત કેડરના IASની નિમણૂંક કરી છે. ગુજરાત કેડરના સિનિટર IAS અધિકારી પર્યાવરણ નિષ્ણાંત હાર્દિક શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિમાયા છે. . હાર્દિક શાહ PMOમાં નાયબ સચિવ તરીકે કાર્યરત હતા. તેમની હવે વડાપ્રધાનના અંગત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત વડાપ્રધાન બન્યા ત્યારે ગુજરાત કેડરના સિનિયર IAS અધિકારી રાજીવ ટોપનોની તેમના અંગત સચિવ તરીકે નિમણૂંક કરી હતી. છ વર્ષ સુધી સતત વડાપ્રધાનના અંગત સચિવ રહ્યા બાદ ગત મે મહિનામાં તેમની વર્લ્ડ બેંકમાં એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટરના એડવાઇઝર તરીકે નિમણૂક થઈ હતી. IAS રાજીવ ટોપનો ગયા બાદ આ જગ્યા ઘણાં લાંબા સમયથી ખાલી પડેલી હતી. આ જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કેડરના IASની નિમણૂંક કરી છે. વડાપ્રધાનના નવા અંગત સચિવ હાર્દિક શાહ ગુજરાત કેડરના સિનિયર IAS અધિકારી છે. તેઓ કેન્દ્રમાં પ્રતિનિયૂક્તિ પર ગયા પહેલા ગુજરાત પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ (GPCB)ના સભ્ય સચિવ હતા. IAS હાર્દિક શાહ પર્યાવરણ નિષ્ણાંત છે અને તેમાં તેમણે ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. ગુજરાતમાંથી કેન્દ્રમાં પ્રતિનિયૂક્તિ પર ગયા બાદ તેમને NDAના પહેલા કાર્યકાળ દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના અંગત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની વડાપ્રધાન કાર્યલયમાં ડેપ્યૂટી સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.