ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક ICICI બેંકે તેના ગ્રાહકો માટે એક વિશેષ સુવિધા શરૂ કરી છે. તે અંતર્ગત, તમારા જરૂરી કામો માટે વર્કિંગ આવરમાં તમારે તમારૂ કામ છોડીને બેંક જવાની જરૂર નથી. ICICI બેંકે પોતાના ગ્રાહકો માટે ‘iBox’ની સુવિધા શરૂ કરી છે. આ સેલ્ફ-સર્વિસ ડિલીવરી ફેસિલિટી છે. જે અંતર્ગત તમે તમારા ઘરની નજીકની શાખામાંથી તમારા ડેબિટ કાર્ડ,ક્રેડિડ કાર્ડ,ચેક બુક અને રિટર્ન ચેક અઠવાડિયાના સાત દિવસ અને રજા સહિત દિવસના 24 કલાક મેળવી શકો છો. જણાવી દઈએ કે, આ મહત્વપૂર્ણ કામો માટે લોકો પોતાની ઓફિસ છોડીને તથા રજા લઈને વર્કિંગ આવરમાં જ બેંક જવુ પડે છે. પરંતુ હવે રજાની દિવસે પણ તમે બેંકોના કામ થઈ જશે.
ICICI બેંકના પ્રેસિડેન્ટ સંદીપ બત્રાનું કહેવુ છે કે, બેંક પોતાના ગ્રાહકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સમય સમય પર ઈનોવિટિવ અને અગ્રણી સોલ્યૂશન્સ રજુ કરે છે. આ નવી સુવિધાથી ગ્રાહકોને ખૂબજ સરળતા રહશે અને ઘણા જરૂરી કામો માટે વર્કિંગ આવરમાં મુશ્કેલીઓ નહી રહે. આ સુવિધા હવે સાત દિવસ અને 24 કલાક ઉપલબ્ધ રહશે. જોકે, બેંકના ‘iBox’ ટર્મિનલ એટીએમ મશીન જેવું છે. જે બેંક શાખાની બહાર રાખવામાં આવ્યું છે. તેનો ઉપયોગ બેંક બંધ થયા પછી પણ થઈ શકે છે.
