દેશની ખાનગી સેક્ટરની અગ્રણી બેન્ક ICICIએ ગ્રાહકોને મોટો ઝાટકો આપ્યો છે.
બેન્કે સર્વિસ ચાર્જ માટે જે નવી જાહેરાતો કરી છે તે પ્રમાણે હવે બેન્ક ઝીરો બેલન્સ ધરાવતા ખાતેદારો પાસેથી પોતાની બ્રાન્ચમાંથી કેશ વિડ્રોઅલ પર 100 થી 125 રુપિયાનો ચાર્જ લગાડશે.16 ઓક્ટોબરથી આ ચાર્જ અમલમાં આવશે. તેની સાથે સાથે આ એકાઉન્ટ હોલ્ડર જો બ્રાન્ચમાં મશિન થકી કેશ ડિપોઝિટ કરાવશે તો પણ તેના માટે તેમને ચાર્જ આપવો પડશે.
બેન્કનુ કહેવુ છે કે, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેના ભાગરુપે મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ થથી થતા NEFT, RTGS , UPI ટ્રાન્ઝેક્શન પર લગાડવામાં આવેલા તમામ ચાર્જ ખતમ કરી દેવાયા છે.
અત્યાર સુધી NEFT માટે બેંક 10000 થી લઈને 10 લાખ રુપિયા સુધીના ટ્રાન્જેકશન પર 2.25 રુપિયાથી માંડી 24.75 રુપિયા ચાર્જ લેતી હતી. જ્યારે RTGS માટે બેંક 20 રુપિયાથી લઈને 45 રુપિયા ચાર્જ આપતી લેતી હતી.