નવી દિલ્હીઃ ભારતમા કોરોના મહામારીન બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ રિસર્ચ (ICMR) એ તાજેતરમાં જ દેશના 70 જીલ્લામાં થયેલા સીરો સર્વેનું તારણ બહાર પાડ્યુ છે જે ઘણું ચોંકવનાર છે. સીરો સર્વેના તારણો મુજબ સમગ્ર ભારતમાં મધ્યપ્રદેશ રાજ્યમાં 79 ટકા વસ્તીમં કોરોના વાયરસની વિરુદ્ધ એન્ટિબોડી વિકસીત થઇ ચૂકી છે, જે દેશભરમાં સૌથી વધુ છે. તો ત્યારબાદ મહારાષ્ટ્રની 58 ટકા, રાજસ્થાનની 76.2 ટકા અને બિહારની 75.9 વસ્તીમાં એન્ટિબોડી જોવા મળી છે. દેશમાં સૌથી ઓછી એન્ટિબોડી કેરળમાં 44.4 ટકા વસ્તીમાં નોંધાઇ છે અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા કેરળમાં વિશેષ સાવધાની અને સાવચેતી રાખવાની જરૂર છે.
કાઉન્સિલના સીરો સર્વે મુજબ ગુજરાતની 75.3 ટકા વસ્તીમાં એન્ટિબોડી જોવા મળી છે અને આ મામલે દેશભરમાં ગુજરાત ચોથા ક્રમે છે તો 74.6 ટકા સાથે છત્તીસગઢ પાંચમા નંબરે. 73.1 ટકા સાથે ઉત્તરાખંડ છઠ્ઠા નંબરે. 71 ટકા સાથે ઉત્તર પ્રદેશ સાતમાં નંબરે. 70.2 ટકા સાથે આંધ્રપ્રદેશ આઠમાં નંબરે. 69.8 ટકા સાથે કર્ણાટક નવમાં નંબરે. 68.1 ટકા સાથે ઓડિશા દસમા નંબરે રહ્યું. જ્યારે કે 44.4 ટકા સાથે કેરળ સીરો પોઝિટિવિટીમાં સૌથી છેલ્લા સ્થાને રહ્યું.
દેશના 21 રાજ્યોમાં કરવામાં આવેલા સીરો સર્વેમાં સામે આવ્યું છે કે અહીંની બે તૃતિયાંશ વસ્તીમાં કોરોના વાયરસ એન્ટીબૉડી ડેવલપ થઈ છે. ICMR તરફથી 14 જૂનથી 16 જુલાઈની વચ્ચે કરાવવામાં આવેલા સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. દેશના 70 જિલ્લામાં ICMRનો આ ચોથો સીરો સર્વે છે.