કોરોનાના સતત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને હવે મહારાષ્ટ્રમાં એક નવી પહેલ થઈ રહી છે. અહીં અવાજ દ્વારા કોરોનાની તપાસ કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના પ્રધાન આદિત્ય ઠાકરેએ (Aaditya Thackeray) આ અંગે ટ્વીટ કર્યું છે. એવું માનવામાં આવે છે કે બીએમસી (Brihanmumbai Municipal Corporation) આવતા અઠવાડિયાથી વોઇસ-આધારિત ટેકનોલોજી (Voice-based technology) દ્વારા સંક્રમણની તપાસ શરૂ કરી શકે છે. જાણો, આ તકનીક શું છે અને શા માટે તે ફાયદાકારક હોઈ શકે છે.

અવાજ સાંભળી લોકોમાં સંક્રમણ ઓળખવાની આ તક્નીકમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (artificial intelligence) કામ કરે છે. આ અંતર્ગત શંકાસ્પદ દર્દીને મોબાઇલ અથવા કમ્પ્યુટરની સામે વાત કરવાનું કહેવામાં આવશે. તેમાં પહેલેથી જ વોઇસ એનાલિસિસ એપ્લિકેશન (voice analysis application) ઇન્સ્ટોલ કરેલી હશે. આ ઉપરાંત, શંકાસ્પદના મહત્વપૂર્ણ પરિમાણો, એટલે કે તાપમાન, બીપીનું વિશ્લેષણ પણ થશે.
એઆઈ (AI) આધારિત સિસ્ટમ શંકાસ્પદના બોલતાની સાથે જ તેનું કામ શરૂ કરશે. તે જોશે કે શંકાસ્પદના અવાજની આવર્તન (frequency) શું છે અને અવાજમાં કોઈ ખરખરાટ કે એવી કોઈ અવાજ સંભળાય છે. શંકાસ્પદના અવાજને તે વ્યક્તિના અવાજ સાથે કમપેર કરવામાં આવશે જે સ્વસ્થ છે. જણાવી દઈએ કે એપ્લિકેશનમાં પહેલાથી જ સ્વસ્થ લોકોના અવાજના સેંકડો હજારો નમૂના હશે. ત્યારબાદ, એઆઈ ફક્ત 30 સેકંડમાં તેનો તપાસની રિપોર્ટ સોંપી દેશે.
આ તકનીકની પાછળ એક ઓડિઓ આધારિત એપ્લિકેશન કામ કરે છે, જેને ટીમ્બર (Timbre) કહેવાય છે. તે અવાજની ગુણવત્તા પર કામ કરે છે. આપણા કાન વોઇસ પરિમાણોમાં ફેરફારોને ઓળખી શકતા નથી, જ્યારે એઆઈ સારી રીતે આ કાર્ય કરે છે. કોઈ પણ વ્યક્તિના અવાજમાં 6300 જુદા જુદા અવાજનાં પરિમાણો હોય છે, જેમાં ફર્ક ઓળખવું સામાન્ય માણસ માટે સરળ નથી. આ જ કારણ છે કે આ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની મદદ લેવામાં આવી રહી છે. કોરોના વાયરસ સૌ પ્રથમ લંગ્સને અસર કરે છે, તેથી માનવામાં આવી રહ્યું છે કે અવાજમાં પણ થોડો ફેરફાર થતો હશે, કારણ કે લંગ્સ શ્વસનતંત્રથી (respiratory system) સંબંધિત છે અને તે અવાજ સાથે જોડાયેલ છે. આ જ કારણ છે કે મહારાષ્ટ્રમાં વોઇસ પરીક્ષણ તકનીકની શરૂઆત થઇ રહી છે.