કોરોનાની મહામારી વચ્ચે મોટાભાગે લોકો ઘરમાં રહી લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. પરંતુ કેટલાક હાલ પણ લોકડાઉનને ગંભીરતાથી નથી લેતા ઘરની બહાર લટાર મારવા નીકળી રહ્યા છે. તેથી હવે તંત્રે આવા લોકો સામે કડક પગલા લેવાની તૈયારી કરી છે.
બીજી તરફ ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ એક મોટો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ એસોસિએશનના અધ્યક્ષ અજય બંસલે કહ્યું કે પોતાના સ્ટાફની સુરક્ષા માટે શનિવારે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે લોકો માસ્ક પહેર્યા વગર પેટ્રોલ-ડીઝલ લેવા આવશે તેમણે દેશભરમાં પેટ્રોલ-ડીઝલ આપવામાં નહીં આવે.