જો તમારે બેંકથી જોડાયેલુ કોઇ કામ બાકી છે તો પછી તેને ફટાફટ પતાવી લેજો કારણકે આ મહિનાની 26 અને 27 તારીખે, પ્રાદેશિક ગ્રામીણ બેંકોની હડતાલ થવાની છે. હડતાલનાં કારણે બેંકિંગ સેવાને અસર થશે. આવી સ્થિતિમાં, તમારું કાર્ય અટવાય નહી, તેનુ ધ્યાન રાખતા તમે હડતાલ પૂર્વે તમારું કાર્ય સમાપ્ત કરી શકો છો. આ હડતાલનાં કારણે બેંકો સતત 4 દિવસ બંધ રહેશે. 26 અને 27 માર્ચે જ્યાં હડતાલને કારણે બેંકો બંધ રહેશે, ત્યાં 28 મી એ મહિનાનો ચોથો શનિવાર આવે છો જેના કારણે બેંક બંધ રહેશે. 29 તારીખે, બેંકોમાં રવિવારની રજા રહેશે.
રીઝનલ રૂરલ બેંકનાં કર્મચારીઓ અને અધિકારીઓ દેશભરમાં હડતાલ પાડવાના છે. નેશનલ બેંકનાં કર્મચારીઓ 26 અને 27 માર્ચે ગ્રામીણ બેંકની હડતાલ પર છે. પગાર વધારા સહિતની તેમની સાત-મુદ્દાની માંગને લઈને ગ્રામીણ બેંકોનાં કર્મચારીઓ અને અધિકારીઓ બે દિવસની હડતાલ પર ઉતરી રહ્યા છે. અખિલ ભારતીય પ્રાદેશિક ગ્રામીણ બેંક કર્મચારી મંડળનાં બેનર હેઠળ બેંક કર્મચારીઓની હડતાલનું આહવાહન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે એક નોટિસ 10 માર્ચે જ નાણાં મંત્રાલયને મોકલી આપવામાં આવી છે. આ હડતાલમાં 43 ગ્રામીણ બેંકોનાં લગભગ એક લાખ શાખાનાં કર્મચારીઓ ભાગ લેશે. ગ્રામીણ બેંકનાં કર્મચારીઓની આ હડતાલથી બેંકિગ સેવાને અસર થશે. બેંકોમાંથી થાપણો, ચેક ક્લિયરન્સ, ડ્રાફ્ટ્સ કામ કરી શકાશે નહીં. આપને જણાવી દઈએ કે, આ અગાઉ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ દેશભરની રાષ્ટ્રીય બેંકોએ હડતાલની હાકલ કર્યુ હતુ.
બેંકોની હડતાલથી બેંકિગ સેવા ખોરવાઈ હતી. માર્ચમાં પણ, બેંકો 11, 12 અને 13 માર્ચે હડતાલ પર હતી, પરંતુ સરકારની ખાતરી પછી, તેઓએ હડતાલ મોકૂફ કરી દીધી હતી. 26 અને 27 માર્ચનાં રોજ બેંકોની હડતાલને કારણે બેંકિગ સેવાને મોટી અસર થશે. મહિનાનાં ચોથા શનિવાર હોવાથી બેંકો 28 માર્ચે બંધ રહેશે. 29 માર્ચ રવિવાર હોવાથી રજા રહેશે. આ પછી, 30 માર્ચે બેંકો ખુલશે. સતત 4 દિવસ બેંક બંધ રહેવાને કારણે લોકોને રોકડની અછત પડી શકે છે.