છત્તીસગઢના મહાસમુંદમાં એક મહિલાએ પોતાની 5 દીકરી સાથે બુધવારે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. તમામના મૃતદેહો ગુરુવારે સવારે રેલવેટ્રેક પર 50 મીટર દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. મૃત્યુ પામનારા તમામની ઉંમર 10થી 18 વર્ષ વચ્ચેની છે. દારૂડિયા પતિ સાથેના વિવાદને કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જાણકારી મુજબ, જિલ્લાના ઈમલીભાંઠા નહેર પુલિયાની પાસે ગુરુવારે સવારે લોકોને રેલવેટ્રેક પર મૃતદેહ જોયા તો કોતવાલી પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. એ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રેલવેને પણ આ બનાવ અંગે જાણકારી આપવામાં આવી અને ટ્રેનની અવરજવરને રોકવામાં આવી.પોલીસનું કહેવું છે કે ઘટના મોડી રાત્રે થઈ હશે. મહિલા અને ત્રણ દીકરીના મૃતદેહ થોડા દૂર મળ્યા, જ્યારે અન્ય બે પુત્રીના શબ ટ્રેકની આગળ પડેલા મળ્યા. મૃતદેહની સાથે તેમનાં ચંપલો પણ દૂૂર દૂર સુધી પડ્યાં હતાં. પોલીસનું કહેવું છે કે આજુબાજુના લોકોની પૂછપરછ કરવામાં આવી, જે બાદ મહિલા અને તેમની દીકરીઓની ઓળખ થઈ હતી.
