કોરોનાના પગલે પીએમ મોદી દ્નારા 21 દિવસનું લોકડાઉન આપ્યું છે. જેથી લોકો પર નજર રાખવા માટે પોલીસ દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરતું એક ડ્રોનને આકાશમાં બાજે પકડી લીધો હતો. આ ડ્રોન શહેરમાં લોકડાઉન દરમિયાન રખડતા લોકોને પકડવા માટે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
આકાશમાં ઉડી રહેલા ડ્રોનને બાજે પકડી પાડ્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે તે કઈ જગ્યાએ બન્યો છે. તે જાણી શકાયું નથી. અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીઓમાં વધારો થતા તમામ શહેરોની બોર્ડરને શીલ કરી દેવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યા છે. તેમજ બહારથી આવતા વાહનોને બોર્ડર પર રોકવામાં આવે છે અને યોગ્ય પૂછપરછ બાદ જ તેમને શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાનો વ્યાપ સતત વધી રહ્યો છે.
અમદાવાદમાં કોરોનાના કુલ 153 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં જે હોટસ્પોટ વિસ્તારો છે તેમાં સેમ્પલ લેવાની કામગીરી કરી રહેલા એક ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાથી સંક્રમિત ડોક્ટર ક્યા વિસ્તારમાં સેમ્પલ લેવા માટે ગયા હતા તેની પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ અમદાવાદના નવા વાડજ, દુધેશ્વર અને બાવળા સહિતના વિસ્તારોમાં પણ હવે કોરોનાએ પગપેસારો કર્યો છે. અમદાવાદમાં જે નવા કેસ સામે આવી રહ્યા છે તે પૈકી મોટા ભાગના કેસ હોટસ્પોટ વિસ્તારમાંથી જ નોંધાઇ રહ્યા છે. જેના કારણે તંત્ર દ્વારા અહીં સેમ્પલ લેવાની કામગીરી વધુ સઘન બનાવી દેવાઇ છે.