યૂપીમાં અલ્તાફની મોતે એક વખત ફરીથી કસ્ટોડિયલ ડેથને લઈને ચર્ચા ઉભી થઈ ગઈ છે. પાછલા 20 વર્ષોમાં આખા દેશમાં 1888 લોકોના મોત પોલીસ કસ્ટડીમાં થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી માત્ર 26 પોલીસ કર્મચારી દોષિત સાબિત થયા છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો અનુસાર દેશભરમાં પાછલા 20 વર્ષના ડેટાને જોવામાં આવે તો કસ્ટડીમાં મોતના કેસમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ 893 કેસ નોંધાયા છે. 358 વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ કસ્ટોડિલ ડેથ અંગે 2006માં સૌથી વધારે 11 પોલીસ કર્મચારીઓ દોષિથ સાબિત થયા હતા. જેમાં યૂપીમાં સાત અને મધ્ય પ્રદેશમાં ચાર દોષિત સાબિત થયા હતા.
પાછલા વર્ષે એટલે 2020માં 76 લોકોના મોત કસ્ટડીમાં થયા હતા. જેમાં ગુજરાતમાં સૌથી વધારે 15 મોત થયા છે. તે ઉપરાંત આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, કેરલ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડૂ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાંથી પણ આવા કેસો સામે આવ્યા હતા. જોકે, પાછલા વર્ષે એકપણ પોલીસ કર્મી દોષિ સાબિત થયો નહતો.
એનસીઆરબી 2017થી કસ્ટોડિયલ ડેથના કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ કર્મચારીઓ અંગે માહિતી જાહેર કરે છે. વર્ષોથી કસ્ટડીમાં થઈ રહેલી મોતો અંગે 96 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, આનાથી પહેલા વર્ષનો ડેટા સામેલ નથી. બ્યૂરોના આંકડાઓથી ખબર પડે છે કે, 2001 પછી “રિમાન્ડ પર નહીં” શ્રેણીમાં 1,185 મોત અને “રિમાંડમાં” શ્રેણીમાં 703 મોતો થઈ છે.
પાછલા બે દશકાઓ દરમિયાન કસ્ટડીમાં થયેલા મોતોના સંબંધમાં પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ 893 કેસોમાંથી 518 તે લોકો સાથે સંબંધિત છે જે રિમાન્ડ પર નહતા. એનસીઆરબી ડેટા અંગે ધ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા સંપર્ક કરવા પર સેવાનિવૃત આઈપીએસ અને યૂપીના પૂર્વ ડીજીપી પ્રકાશ સિંહે કહ્યું- “પોલીસના કામકાજમાં ખામીઓને સ્વીકાર કરવામાં આવવી જોઈએ અને તેમને ઠિક કરવી જોઈએ.”
તેમને કહ્યું- “20 વર્ષોમાં કસ્ટડીમાં થનારા 1888 મોતો ભારતનો આકાર અને આબાદીવાળા દેશ માટે કોઈ મોટી સંખ્યા નથી. પરંતુ મહત્વપૂર્ણ વાત તે છે કે પોલીસ કર્મચી થર્ડ-ડિગ્રી રીતોનો ઉપયોગ કરે છે. કસ્ટડીમાં એક વ્યક્તિને ઈજા પહોંચાડે છે. તે પ્રથા ખોટી છે. પોલીસ કર્મચારીઓને સંવેદનશીલ અને શિક્ષિત કરવાની જરૂરત છે, તેમને તપાસ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય પૂછપરછ ટેકનિક પર વિશ્વાસ રાખવો જોઈએ. “