ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 89 લોકોના મોત થયા છે. પોલીસને આશંકા છે કે, દારૂમાં ઉંદર મારવાની દવા નાખવામાં આવી છે. જેથી લઠ્ઠાકાંડ સર્જાયો. યુપી પોલીસે અત્યાર સુધીમાં 30ની ધરપકડ અને 25 જેટલી એફઆઈઆર દાખલ કરી છે. જ્યારે કે, 400 લીટર દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ મૃત્યુ આંકમાં હજી પણ વધારો થઈ શકે.
